How To Make Restaurant style Soyabin sabji Recipe
  • Home
  • Featured
  • રેસ્ટોરન્ટ જેવું સોયાબીનનું શાક બનાવો, મસાલેદાર અને ટેસ્ટી પણ

રેસ્ટોરન્ટ જેવું સોયાબીનનું શાક બનાવો, મસાલેદાર અને ટેસ્ટી પણ

 | 10:13 am IST

સોયા ચંક્સ કે સોયાબીનની વડીનું શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનું રસાવાળું શાક રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. સાથે જ તે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. તે બનાવવામાં પણ સહેલી હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સોયાબીનની વડીનું શાક…

સામગ્રી

500 ગ્રામ – સોયાબીન વડી
2 મોટી – ડુંગળી
1 નંગ – ટામેટું
1 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – હળદર
1 નાનો ટૂકડો તજ
2-3 નંગ – લવિંગ
2 નંગ – લાલ સૂકા મરચા
1/4 નંગ – જીરૂ
2 નંગ – લીલા મરચા
સ્વાદાનુસાર – મીઠું
2 ચમચી – તેલ
2 કપ – પાણી
1 ચમચી – દૂધ
સજાવટ માટે – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં પાણી અને દૂધ મિક્સ 4-5 મિનિટ સુધી ગરમ કરવા માટે રાખો. જ્યારે પાણી ગરમ થઇ જાય થો તેમા સોયાબીનની વડી ઉમેરી તેને અડધો કલાક રાખી મૂકો. તે બાદ તેને નીકાળીને નીચવી છે. હવે કઢાઇમાં તેલ ઉમેરો અને તેમા જીરૂ, તજ, લવિંગ અને લીલા મરચાં ઉમેરીને સાંતળી લો. હવે ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા આદુ – લસણની પેસ્ટ ઉમેરી લો. હવે તે બાદ તેમા ટામેટા ઉમેરી લો. ટામેટા ગળી જાય એટલે તેમા ગરમ મસાલો, લાલ મરચું, હળદર, મીઠું ઉમેરી લો. તેમા તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળી લો. હવે સોયાબીનની વડી ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે એક કઢાઇમાં એક કપ પાણી ઉમેરી લોે અને 4-5 મિનિટ સુધી ઢાંકીને રાખો. હવે તેને આંચથી ઉતારી લો, હવે તેને કોથમીરથી ગાર્નિશ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન