How To make samosha rec chilli chutney recipe
  • Home
  • Featured
  • નામ સાંભળીને જ આવી જશે મોંમાં પાણી, સમોસાની ચટણી વાંરવાર ખાવાની થશે ઇચ્છા

નામ સાંભળીને જ આવી જશે મોંમાં પાણી, સમોસાની ચટણી વાંરવાર ખાવાની થશે ઇચ્છા

 | 9:50 am IST

મીઠી ચટણી તો દરેક લોકોના ઘરે બનાવે છે પરંતુ બજારમાં સમોસા સાથે મળતી હોય તેવો સ્વાદ આવતો નથી. કારણકે બજારમાં મળતી ચટણી બનાવવાની રીત અલગ હોય છે. આજે અમે તમારા માટે બજારમાં સમોસા સાથે મળતી ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ. જે મિનિટોમાં બની જશે અને ચટણી સાથે સમોસા ખાવાની પડી જશે મજા…

સામગ્રી

400 ગ્રામ – ખાંડ
1 ચમચી – કોર્ન ફ્લોર
1 ચમચી – આંબલીની પેસ્ટ
1 ચપટી – લાલ કલર
1 ચપટી – હીંગ
2 ચમચી – ચીલી ફ્લેક્સ
2 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠુ
જરૂરિયાત મુજબ પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ સમોસા વાળી ચટણી બનાવવા માટે એક પેનમાં પાણીને ગરમ કરો. હવે આ પાણીને ઉકળવા દો. તે બાદ તેમા ખાડં ઉમેરીને મીડિયમ આંચ પર મેલ્ટ થવા દો. હવે તેમા આંબલીની પેસ્ટ ઉમેરી લો. તેને આશરે 20 મિનિટ સુધી રહેવા દો. 20 મિનિટ બાદ તેમા હીંગ, મીઠું, ચિલી ફ્લેક્સ, સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમા કલર ઉમેરો અને જો કલર ના ઉમેરવો હોય તો તમે તેમા થોડૂક કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકો છો. આ ચટણી 20 મિનિટ રહેવા દો. 20 મિનિટ બાદ ગેસ ધીમો કરી લો. હવે કોર્નફ્લોરમાં પાણી ઉમેરી લો, હવે ધીમે-ધીમે કોર્નફ્લોર અને પાણીનું મિશ્રણ ઉમેરી લો. તેને 5 મિનિટ રહેવા દો. તૈયાર છે સમોસાની ચટણી.. જેને તમે ઠંડી કરીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં 2-3 મહિના સુધી સ્ટોર કરી શકો છો.