How to make Sing dana farali kadhi at home
  • Home
  • Featured
  • શ્રાવણ કર્યો છે? તો ઉપવાસમાં બનાવો સિંગદાણાની ફરાળી કઢી

શ્રાવણ કર્યો છે? તો ઉપવાસમાં બનાવો સિંગદાણાની ફરાળી કઢી

 | 6:03 pm IST

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે, જેઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. આવામાં ઉપવાસીઓ રોજ ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જાય છે. રોજ એ જ બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા. પણ, જો તમે કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ સરળ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ હોય છે. એકવાર ચાખશો, તો ક્યારેય ગુજરાતી કઢી ફરીથી નહિ બનાવો.

બનાવવા માટેની સામગ્રી

2 ગ્લાસ છાશ
1 કપ સિંગદાણા
1 ટેબલ સ્પૂન લીલાં સમારેલા મરચા
કોથમીર અને મીઠો લીમડો જરૂર મુજબ
સ્વાદ અનુસાર મીઠું, મરચું અને ધાણાજીરું
2 ચમચી વઘાર માટે તેલ
1/2 ટીસ્પૂન જીરું
વઘાર માટે તજ, લવિંગ અને તમાલપત્ર, આખું લાલ મરચું
2 ચમચી ખાંડ

બનાવવાની રીત

  •  સૌથી પહેલા સિંગદાણાને શેકી લો અને તેનો ફોતરા કાઢી લો. હવે તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો.
  •  હવે એક તપેલીમાં છાશ લો. તેમાં સિંગદાણાનો બધો ભૂક્કો મિક્સ કરી દો.
  •  હવે કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં મરચા, જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર, આખું લાલ મરચું સાંતળો. હવે તેમાં સિંગદાણાવાળી છાશ રેડો.
  •  હવે તેમાં કોથમીર, લીમડો, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું એડ કરો.
  •  છાશને બરાબર ઉકળવા દો. પરંતુ તેને સતત હલાવતા રહો, નહિ તો સિંગદાણા નીચે ચોંટી જશે.
  •  હવે તમે તમારી મરજી મુજબ કઢીને પાતળી કે ઘટ્ટ રાખી શકો છો.
  •  બસ, તૈયાર છે તમારી સિંગદાણાની ફરાળી કઢી,