How To Make Tasty biscuit Milk shake recipe
  • Home
  • Featured
  • નાનાથી લઇને મોટા દરેક લોકો પી જશે, બનાવો ટેસ્ટી બિસ્કિટ મિલ્ક શેક

નાનાથી લઇને મોટા દરેક લોકો પી જશે, બનાવો ટેસ્ટી બિસ્કિટ મિલ્ક શેક

 | 3:07 pm IST

બિસ્કિટ ખાવા આપણા દરેક લકોને ખૂબ પસંદ હોય છે. તમે ખાસ કરીને દૂધ અને ચાની સાથે તો બિસ્કિટ ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારે તેનું મિલ્ક શેક બનાવ્યું છે. જો ના તો આજે અમે તમારા માટે ચોકલેટ બિસ્કિટ મિલ્ક શેકની રેસીપી લઇને આવ્યા છીએ જે તમને પીવાની મજા પડી જશે.

સામગ્રી

1 પેકેટ – બિસ્કિટ (કોઇપણ ફ્લેવર)
1 કપ – ઠંડુ દૂધ
1 કપ – વેનીલા આઇસ્ક્રીમ
2 ચમચી – ચોકલેટ સિરપ

સજાવટ માટે

1 નાની ચમચી – ચોકલેટ સિરપ
1 સ્કૂપ – વેનિલા આઇસ્ક્રીમ
બિસ્કિટના નાના ટૂકડા

બનાવવાની રીત

સૌ પ્રથમ એક મિક્સરમાં બિસ્કિટના ટૂકડા કરી લો. તે બાદ તેમા દૂધ અને વેનિલા આઇસ્ક્રીમ પણ ઉમેરી લો. હવે તેને સ્મૂધ થાય થાય ત્યાં સુધી ફેટી લો. ચોકલેટ સિરપ ઉમેરીને તેને ફરી એક વખત મિક્સરમાં ફેરવી લો. તૈયાર છે બિસ્કિટ મિલ્ક શેક.. હવે તેને સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં સૌથી પ્રથમ ચોકલેટ સિરપ ઉમેરી લો. તે બાદ તૈયાર શેક ઉમેરો. હવે ઉપરથી એક સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ અને બિસ્કિટના ટૂકડા વડે ગાર્નિશ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન