how to make tasty Gujarati special ganthiya nu shaak
  • Home
  • Featured
  • દાઢમાં રહી જશે સ્વાદ, આ રીતે બનાવો મસાલેદાર ગાંઠિયાનું શાક

દાઢમાં રહી જશે સ્વાદ, આ રીતે બનાવો મસાલેદાર ગાંઠિયાનું શાક

 | 12:54 pm IST
  • Share

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે તો ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે.ગુજરાતીઓમાં અને તેમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં આ શાક ખૂબ જ પ્રખ્યાત છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ગાઠિયાનું શાક. ગાઠિયાનું શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

2 કપ – ગાંઠિયા
2 ચમચી – તેલ
1/2 ચમચી – રાઇ
1 ચપટી – હીંગ
1/4 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
2 કપ – દહીં
સ્વાદાનુસાર – મીઠું

સજાવટ માટે
કોથમીર (સમારેલી)

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો. હવે તેમા રાઇ ઉમેરો. રાઇની સુગંધ આવે એટલે તેમા દહીં, હીંગ, હળદર, લાલ મરચું, મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને સતત હલાવતા રહો. ધીમી આંચ પર 2-3 મિનિટ ચઢવા દો. તેમા ગાંઠિયા ઉમેરો. તેને હળવા હાથે હલાવો. 1-2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દો. ત્યાર પછી તેની ઉપર કોથમીર ઉમેરીને સર્વ કરો. તૈયાર છે ગાંઠિયાનું સ્વાદિષ્ટ શાક..

નોટ – શાક સર્વ કરતા પહેલા પણ ગાંઠિયા શાકમાં ઉમેરી શકો છો..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો