How To Make Tasty Murmure chatpati Gujarati Recipe
  • Home
  • Featured
  • હવાય ગયેલા મમરાની ટેસ્ટી ચટપટી બનાવો, બે હાથે ખાશે ઘરના લોકો

હવાય ગયેલા મમરાની ટેસ્ટી ચટપટી બનાવો, બે હાથે ખાશે ઘરના લોકો

 | 4:55 pm IST

ઘણીવાર એવું થાય છે કે, વઘારેલા મમરા થોડો સમય રહે તો હવાઈ જાય છે. આપણે તો હવાઈ ગયેલા મમરા ફેંકી જ દેતા હોઈએ છીએ. પરંતુ તમને નકામા લાગતા મમરામાંથી તમે એક ચટપટી વાનગી બનાવી શકો છો. જે ખાવમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મમરાની ચટપટી…

સામગ્રી

4-5 બાઉલ – વઘારેલા મમરા
1-2 બાઉલ – ફરસાણ(ઘરમા જે એવેલેબલ હોય તે)
1 નંગ – બાફેલું બટેટુ
1 નંગ – ડુંગળી
1 નંગ – ટામેટું
1 નંગ – કેપ્સિકમ
1 ચમચી – શિંગદાણા
લીમડાના પાન
1/2 ચમચી – હળદર
1 ચમચી – મરચું
1/2 ચમચી – ધાણાજીરુ
1/2 ચમચી – જીરુ
સ્વાદાનુસાર – મીઠુ
જરૂરિયાત મુજબ -તેલ
સજાવટ માટે :
કોથમીર, સેવ, દાડમ દાણા, ફરસી પૂરી

બનાવવાની રીત

સૌ પ્રથમ મમરાને ધોઈને, ચારણીમાં નીતારી લો.બાફેલા બટેટા, કાંદા, ટામેટા અને કેપ્સિકમને બારીક કાપી લો.એક કઢાઇમાં તેલ મૂકી જીરુ લીમડો વઘારો. તેમા કાંદા, કેપ્સિકમ, ટામેટું, શિંગદાણા સાતળો. પછી બાફેલું બટેટુ ઉમેરો. બધાં સુકા મસાલા સ્વાદ અનુસાર નાખીને મિક્સ કરી લો.પલાળેલા મમરા અને ફરસાણ તેમા મિક્સ કરો. હવે લીંબુનો રસ નાખીને ઉપર સેવ, કોથમીર અને દાડમથી સજાવો. સાઇડમા ફરસી પૂરી ગોઠવો. તૈયાર છે વેસ્ટ માંથી બેસ્ટ મમરાની ચટપટી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન