How To Make Tasty Palak Paneer Salad Recipe
  • Home
  • Featured
  • હટકે બનાવો આ રીતે પાલક-પનીર સલાડ, ખાવામાં પડી જશે મજા

હટકે બનાવો આ રીતે પાલક-પનીર સલાડ, ખાવામાં પડી જશે મજા

 | 10:48 am IST

ખાવાનામાં સલાડની એક અલગ જ જગ્યા હોય છે. ખાસ કરીને ભોજન કરતા સમયે દરેક લોકોના ઘરે અલગ-અલગ સલાડ હોય છે. સલાડ અનેક પ્રકારના ન્યુટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. તો આજે અમે તમારા માટે એક સલાડની રેસીપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી પાલક અને પનીરનું શાક ટ્રાય કર્યું છે. પરંતુ શુ તમે ક્યારેય પાલક પનીર સલાડ ટ્રાય કર્યું છે? જો ના તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પાલક પનીર સલાડ. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સામગ્રી

2 કપ – બાફેલી પાલક
1/2 કપ – પનીરના ટૂકડા
1 ચમચી – લીલા મરચા
1 કપ – ટામેટું
1 ચમચી – પીસેલી ખાંડ
1 ચમચી – ચીલી સોસ
1 ચમચી – સોયા સોસ
1 ચમચી – લીંબુનો રસ
2 ચમચી – ટોમેટો કેચઅપ
સ્વાદાનુસાર – મીઠુ
સ્વાદાનુસાર – કાળામરી પાવડર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં પાલક અને પનીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમા ટામેટા, લીલા મરચા, પીસેલી ખાંડ ઉમેરી લો. હવે તેમા ચીલી સોસ, સોયા સોસ, લીંબુનો રસ, ટોમેટો કેચઅપ, મીઠું અને કાળામરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર છે પાલક પનીર સલાડ.. તૈયાર છે પાલક પનીર સલાડ. તેમજ તમે પનીરને તળી પણ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન