How To Make Tasty paneer balls Recipe
  • Home
  • Featured
  • પનીરથી બનાવો એક અલગ જ વાનગી, વારંવાર બનાવવાની થશે ઇચ્છા

પનીરથી બનાવો એક અલગ જ વાનગી, વારંવાર બનાવવાની થશે ઇચ્છા

 | 10:51 am IST

બદલાતી ઋતુમાં અવનવી વાનગીઓ ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. એવામાં તમે ઘણી વાનગીઓ બનાવી શકો છો. તો તેના માટે પનીર બોલ્સ એક બેસ્ટ ઓપ્શન છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પનીર બોલ્સ. જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે ઝડપથી બની જાય છે.

સામગ્રી

8 સ્લાઇસ – બ્રેડ
200 ગ્રામ – પનીર
2 ચમચી – મેંદો
2 ચમચી – કોથમીર
1/2 કપ – દૂધ
10-12 નંગ – કાજૂ (પીસેલા)
1 ચમચી – આદુની પેસ્ટ
1/4 ચમચી – કાળામરી પાવડર
2 નંગ – લીલા મરચા (સમારેલા)
1/4 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – આમચૂર પાવડર
1 ચમચી – ધાણા પાવડર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ પનીર બોલ્સ બનાવવા માટે બ્રેડને સૂકવી દો અને એકદમ કડક થઇ જાય એટલે તેને મિક્સરમાં પીસી બ્રેડ ક્રમ્બ્સ તૈયાર કરી લો. તે બાદ એક મોટા બાઉલમાં પનીરને મેશ કરો તેમા મીઠુ, ધાણા પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, લીલા મરચા, કાળામરી અને આદુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે બ્રેડ ક્રમ્બસમાં દૂધ ઉમેરીને તેને ગૂંથી લો. તેમા પનીરનું મિશ્રણ, કોથમીર અને અધકચરા પીસેલા કાજૂ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં મેંદો લો.

તેમા પાણી ઉમેરીને પાતળું મિશ્રણ બનાવી લો. તે બાદ પનીર અને બ્રેડના મિશ્રણને હાથની મદદથી ગોળાકાર બનાવી બોલ્સ બનાવી લો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરો તે બાદ એક-એક કરીને પનીર બોલ્સને મેંદાના મિશ્રણમાં ડિપ કરી બ્રેડ ક્રમ્બસમાં લપેટીને ગરમ તેલમાં તળી લો. તે આછા બ્રાઉન રંગના થઇ જાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો અને ગરમા ગરમ સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન