નવા વર્ષમાં બનાવો આ રીતે તલ સોજીની ચિક્કી - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • નવા વર્ષમાં બનાવો આ રીતે તલ સોજીની ચિક્કી

નવા વર્ષમાં બનાવો આ રીતે તલ સોજીની ચિક્કી

 | 7:36 pm IST

તલ સોજીમી બરફી બહુ સ્વાદિષ્ટ મિઠાઈ છે. તેમાં સોજી અને તલને ક્રશ કરીને પછી તેને ચાશનીમાં નાખવામાં આવે છે.

સામગ્રી :

– અડધો કપ તલ

– અડધો કપ સોજી

-અડધા કપ ખાંડ

– અડધો કપ ઘી

– એક નાની ચમચી ઈલાયચી પાવડર

– ઝીણી સમારેલી બદામ એક કપ

– ઝીણા સમારેલા પીસ્તા એક ચમચો

– એક ચમચી નારિયેળ

– ચાશની માટે એક કપ પાણી

– બનાવવાની રીત :

– સૌથી પહેલાં મધ્યમ તાપે એક કડાઈ ગરમ કરવી.

– કડાઈ ગરમ થઈ જાય તેના પછી તેમાં તલ નાખીને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો.

– તલ ગોલ્ડન કલરના થઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો.

– તેના પછી કડાઈમાં બે ચમચી ઘી નાખવું

– ઘી ગરમ થઈ જાય તેના પછી તેમાં સોજી નાખીને તેને મધ્યમ તાપ પર બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા દો.

– સોજી શેકાય જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો.

– હવે આ કડાઈમાં પાણી અને ખાંડ નાખીને 5થી 6 મિનિટ સુધી મધ્યમ તાપ પર ચઢવા દો.

– હવે મધ્યમ તાપે તેમાં સોજી અને તલ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

– તેના પછી તેમાં સમારેલા બદામ, પિસ્તા, નારિયેળ અને ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

– મિક્સ કર્યા પછી તેને 3થી 4 મિનિટ સુધી ચઢવા દો.

– ચઢી ગયા પછી એક થાળીમાં ઘી લગાવવું.

– તેના પછી બર્ફીના મિશ્રણને થાળીમાં નાખવું.

— તેને થોડા સમય સુધી ઠંડુ રાખવા મુકો.

– મિશ્રણ ઠંડુ થઈ જાય તેના પછી મિશ્રણને ચપ્પુથી ચોરસ શેપમાં કટ કરી લો.