How To make trirangi dhokla Recipe for independence day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ત્રિરંગી ઇદડા હવે ઘરે બનાવો, બાળકો ફટાફટ ખાઇ જશે

ત્રિરંગી ઇદડા હવે ઘરે બનાવો, બાળકો ફટાફટ ખાઇ જશે

 | 1:07 pm IST
  • Share

દેશભરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ દિવસને ખાસ બનાવવા માટે આજે અમે તમારા માટે એક ખાસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે બનાવીને આજના દિવસને સ્પેશ્યિલ બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ત્રિરંગી ઇદડા.

સામગ્રી

3 બાઉલ – બોઈલ ચોખા
1 વાડકી – અડદની દાળ
2 નંગ – ટામેટા
1 નંગ – ગાજર
4 ચમચી – દહીં
2 ચમચી – લીલા મરચાંની પેસ્ટ
2 ચમચી – આદુની પેસ્ટ
3 ચમચી – લીલી ચટણી
1/2 ચમચી – લાલ મરચું
1 ચમચી – ખાવાનો સોડા
સ્વાદાનુસાર – મીઠું
વઘાર માટે
2 ચમચી – તેલ
1/2 ચમચી – રાઈ
1/2 ચમચી – તલ
1 કાપેલું – લીલું મરચું
4-5 – મીઠા લીમડાનાં પાન

બનાવવાની રીત

સૌપ્રથમ મીકસરમાં ચોખા અને દાળને પીસી લો. હવે તેમા તેલ નું મોણ, દહીં, ખાવાનો સોડા ઉમેરો. હવે ગેસ પર પાણી ગરમ કરવા મુકવું તેમાં બે ચમચી તેલ નાખવું. ગરમ કરેલા પાણી નેલોટ માં ઉમેરવું. ખીરૂ તૈયાર કરવું. ત્યારબાદ ખીરાના ત્રણ ભાગ કરવા એક ભાગના ખીરામા લીલી ચટણી બીજા ભાગના ખીરામા ગાજર અને ટામેટામાં લાલ મરચું પાઉડર નાંખી મિક્સર જારમા પીસેલી પેસ્ટ નાખવી, ત્રીજા સફેદ ભાગના ખીરામા મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી એમ ખીરાના ત્રણ ભાગ કરવા. ત્રણેય ભાગમાં ખાવા નો સોડા નાખી મિક્સ કરવું. ત્યારબાદ ગેસ પર ઈદડાના કુકરમાં પાણી ગરમ કરવા મુકવું. પછી ઈદડાની થાળી માં તેલ લગાવી પહેલા લીલી ચટણીવાળું ખીરું પાથરી ઢાંકીને થવા દેવું. પછી ઉપર સફેદ ખીરું પાથરવુ. એને પણ ઢાંકી ને થવા દેવું. પછી ગાજર ટામેટા વાળું ખીરું પાથરી થવા દેવું. ત્યારબાદ થાળી કુકરમાંથી કાઢી ઠંડી થવા દેવું. ઠંડી થઈ જાય એટલે તેમા કાપા પાડી લેવા. હવે તેને એક બાઉલમાં કાઢી ઉપર તેલ, રાઈ, તલ,મીઠા લીમડાનાં પાન અને કાપેલા લીલા મરચા નો વઘાર કરી ગરમ ગરમ સર્વ કરવું.

આ પણ જુઓ : આજે બનાવો મેક્સિકન ઢોકળા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન