how to make vaghareli rotali in buttermilk at home gujarati special recipe
  • Home
  • Featured
  • છાશમાં વઘારેલી રોટલી ઘરે જ બનાવો, માત્ર 7 મિનિટમાં બની જશે

છાશમાં વઘારેલી રોટલી ઘરે જ બનાવો, માત્ર 7 મિનિટમાં બની જશે

 | 12:10 pm IST

કેટલીક વખત રોજ-રોજ શું બનાવવું આપણે વિચારીએ છીએ, આજે અમે તમારા માટે વઘારેલી રોટલીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને જલદી બની જાય છે. જેને તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો.

બનાવવાની રીત

સૌ પ્રથમ રોટલી લો અને તેના નાના ટૂકડા કરી લો. હવે તેમા થોડૂક પાણી ઉમેરી પલાળી દો. માપનુ પાણી લેવું જેથી રોટલી બહુ ઢીલી ન થઇ જાય. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ ઉમેરો. હવે રાઇ તતડે એટલે તેમા લીમડો, લસણ, મરચા અને ડુંગળી ઉમેરી લો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટા ઉમેરી લો. હવે તેમા ઉપરથી હળદર, મરચું, મીઠું ઉમેરી 2 મિનિટ રહેવા દો. ટામેટા થોડાક નરમ થાય એટલે તેમા છાશ ઉમેરો. હવે એક મિનિટ પછી તેમા પલાળેલી રોટલી ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે ઉપરથી તેમા કોથમીર ઉમેરી દો. 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે ગરમા ગરમ વધેલી રોટલીની ઢોકળી… તેને તમે અથાણા સાથે સર્વ કરી શકો છો.

 

આ પણ જુઓ : કોર્ન એન્ડ વેજ સૂપ વિથ સેલાન્ત્રો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન