શું તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી થઈ જાય છે?, તો ફોલો કરો આ ટિપ્સ – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • શું તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી થઈ જાય છે?, તો ફોલો કરો આ ટિપ્સ

શું તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી થઈ જાય છે?, તો ફોલો કરો આ ટિપ્સ

 | 7:23 pm IST

જો તમને એવુ લાગતું હોય કે તમારા સ્માર્ટફોનની બેટરી જલ્દી ઉતરી જાય છે, તો આ ટિપ્સ ફોલો કરીને તમે લાંબા સમય સુધી બેટરી સેવ કરી શકો છો.

બ્લૂટૂથ, વાઈ-ફાઈ અને મોબાઈલ ડેટા બંધ રાખવો :

જો તમને પણ બીજા લોકોની જેમ ફોનમાં બ્લૂટૂથ, વાઈ-ફાઈ અને મોબાઈલ ડેટા ઓન રાખવાની આદત હોય તો તેને બદલી નાખો. તેનાં કારણે બેટરી જલ્દી ઉતરી જાય છે અને જરૂર પડે ત્યારે તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.

બેટરી પુરી થવાની હોય તો લોકેશન સર્વિસને ઓફ કરો :

તેનાં માટે (Settings-Locations Services) જઈને બધા બોક્સથી ટિક માર્ક હટાવી દો. લોકેશન સર્વિસ ઓન રહેશે તો ફોનની લોકેશન ટ્રેક કરનાવા ચક્કરમાં બેટરી વધારે યૂઝ થાય છે. જરૂર પડે ત્યારે થોડાક સમય માટે સર્વિસને ઓન કરી શકો છો.

બુકમાર્કસનો ઉપયોગ કરવાનો શરૂ કરો :

ક્યારે ધ્યાન આપ્યું છે કે ફોનમાં કેટલી સર્વિસ સતત ચાલું રહે છે એટલે કે સિંક થઈ જાય છે? ફેસબુક, ટ્વિટર, જીમેલ, ઓફિસ મેલ, ગૂગલ પ્લસ થી વધારે બેટરી યૂઝ થાય છે. થઈ શકે તો ફેસબુક અને બધી એવી વસ્તુંઓ માટે એપ ડાઉનલોડ કરવાની જગ્યાએ બ્રાઉઝરમાં બુકમાર્ક્સ બનાવીને ઉપયોગ કરો.

સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખવી :

સ્ક્રીન સૌથી વધારે બેટરી ખાય છે. સ્ક્રીન જેટલી મોટી હશે, તેટલી તેની બ્રાઈટનેસ અને હાઈ રિઝોલ્યૂશન હશે તેને અટલી જ વધારે પાવરની જરૂર હશે. જો તમે ફોનમાં સ્ક્રીન બ્રાઈટનેસના માટે ઓટો મોડ હોય, તો તેનો ઉપયોગ કરો, ના હોય તો બ્રાઈટનેસને 50 ટકાની આસપાસ રાખો. તેનાથી બ્રેટરી વધારે નહીં વપરાય. તેનો એક ફાયદો તે પણ થશે કે તેનાથી તમારી આંખો ખેંચાશે નહી.

બિનજરૂરી એપને ડિલીટ કરો :

આજકાલ એટલી બધી એવી એપ જેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વગર વિચાર્યા વગર એપ ડાઉનલોડ કરો. કામની એપને ડાઉનલોડ કરો અને તમને લાગે કે અમુક એપનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તો તેને ફોનમાંથી ડિલીટ કરી દો. ડાઉનલોડ કરેલી બિન-જરૂરી એપને અનઈન્સ્ટોલ કરવી જરૂરી છે.

લાઈવ વોલપેપર રાખવું :

શું તમને ખબર છે કે ફોનની સ્ક્રીન પર તરતી માછલી અથવા કોઈ બીજું લાઈવ વોલપેપર યૂઝ કરવાથી તમારી બેટરી વધારે યૂઝ થાય છે. તેની જગ્યાએ ડાર્ક કલરનાં ફોટોને વોલપેપર તરીકે રાખો, બેટરી થોડોક વધારે સમય સુધી ચાલશે.

કેમેરા અને વીડિયોનો ઉપયોગ થોડાક સમય માટે ઓછો કરો :

જો તમારા ફોનમાં બેટરી ઓછી હોય તો તે સમયએ કેમેરા અથવા વીડિયોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. બેટરી વધારે સમય સુધી ચાલશે. વાઈબ્રેશન મોડ પર ફોન રાખવાથી પણ બેટરી વધારે વપરાય છે, એટલાં માટે ફોનને બને ત્યાં સુધી વાઈબ્રેશન મોડ પર ના રાખવો જોઈએ.

તમારા ફોનમાં એન્ટીવાયરસ તો નથી ને? :

ફોનમાં બે એન્ટીવાઈરસનો ઉપયોગ ના કરવો. કેટલાંક લોકોને એવું લાગતું હોય છે કે એન્ટિવાયરસ તેમના ફોનને વધારે સિક્યોર કરે છે, પરંતુ એવું નથી. તે તમારા ફોનને સ્લો કરે છે અને બેટરી પણ વધારે વપરાય છે.