How to manage a kitchen platform kitchen Place at your home
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રસોડાની રાણીને ખુબ ગમતી જગ્યા કિચન પ્લેટફોર્મને કેવી રીતે મેનેજ કરશો?

રસોડાની રાણીને ખુબ ગમતી જગ્યા કિચન પ્લેટફોર્મને કેવી રીતે મેનેજ કરશો?

 | 12:00 pm IST
  • Share

સ્ત્રીને રસોડાની રાણી કહે છે. તે મોટા ભાગનો સમય રસોડામાં જ પસાર કરે છે અને પરિવારના સભ્યોને જાતજાતના પકવાન બનાવીને ખવડાવે છે. જ્યારે પણ મહિલાઓ રસોઈ બનાવતી હોય તો ઘણી મહિલાઓની આદત હોય છે કે તેઓ પ્લેટફોર્મ આખું ભરી દે છે, જેના કારણે તેમને જ અગવડ પડે છે અને કોઈ વસ્તુ હાથવગી થતી નથી. આવા સમયે પ્લેટફોર્મ પર સ્પેસ પણ જળવાઈ રહે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ફટાફટ બધી વસ્તુઓ મળી રહે એ રીતે કિચનનો સામાન સેટ કરવો જોઈએ. આ માટે અહીં કેટલીક ટિપ્સ જણાવી છે.

પ્લેટફોર્મ પર વસ્તુ જલદી હાથવગી થઈ રહે તે માટે પ્લેટફોર્મ નીચેના ડ્રોઅરને નાના નાના ભાગમાં વહેંચી લો. જે વસ્તુની જરૂર વારંવાર પડતી હોય તે વસ્તુ આ ડ્રોઅરમાં રાખો.

તમે ધારો તો રસોડાના ઉપરવાળા ભાગમાં બનેલા કબાટ અને પ્લેટફોર્મ વચ્ચે રહેલી જગ્યા પર દીવાલમાં હોલ્ડર લગાવી શકો છો. જેના પર તમે ચમચી, ચપ્પા, અને ચમચા જેવી વસ્તુ ભરાવી શકો અને તરત લઈ શકો.

કિચનના પ્લેટફોર્મ પર એક બીજું મોટું મલ્ટિપર્પઝ વૂડન બોર્ડ પણ લગાવો. એ અનેક કામમાં આવી શકે એવું હોય છે. તેનાથી તમારે વારંવાર ચોપિંગ પ્લેટ કાઢવાની જરૂર નહીં પડે. ચોપિંગ કરવું હોય તો ચોપિંગ કરો, ઉપરાંત તેના પર તમે રોટલી અને પૂરી પણ વણી શકો છો.

સિંક, કિચનનું પ્લેટફોર્મ અને ફ્રીજ એવી રીતે સેટ કરવું કે તે ટ્રાયેંગલમાં રહે અને તેમની વચ્ચેનું અંતર ૫-૬ ફૂટ કરતાં વધારે ન હોય. જેથી આ ત્રણેય વસ્તુ વધારે જગ્યા રોકે નહીં અને કામ દરમિયાન તમને કોઈપણ વસ્તુ સુધી પહોંચવામાં સગવડ રહે.

મસાલા રાખવા માટે તમે રસોડામાં રોટેશનલ સ્પાઈસ રેક્સનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે ચાહો તો રેક્સવાળા સ્ટેન્ડનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્ટોરેજને લઈને થોડું ક્રિએટિવ માઈન્ડ લગાવો. દીવાલ પર બનેલા કબાટનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. કબાટમાં માત્ર ખાનાંનો જ ઉપયોગ ન કરવો પણ તેના દરવાજાનો પણ તમે ઉપયોગ કરી શકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન