How To Participate in Sandesh Knowledge Challenge
  • Home
  • Featured
  • જાણો, શું છે “સંદેશ નોલેજ ચેલેન્જ”, ભાગ લઇ કેવી રીતે તમે જીતી શકશો ઢગલાબંધ ઇનામ?

જાણો, શું છે “સંદેશ નોલેજ ચેલેન્જ”, ભાગ લઇ કેવી રીતે તમે જીતી શકશો ઢગલાબંધ ઇનામ?

 | 7:56 am IST

ગુજરાત રાજ્યનું પ્રત્યેક બાળક આવતીકાલનો સમર્થ નાગરિક બને એ સૌની સહિયારી જવાબદારી છે. પોતાના બાળકને સર્વોત્તમ ઉપલબ્ધ કરાવવાની પ્રત્યેક માતા-પિતાની મહેચ્છા હોય અને હોવી જ જોઈએ.. ‘સંદેશ’ પણ પોતાના વાંચકોને સર્વોત્તમથી વિશેષ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.. આપનું બાળક નોલેજના પાવર સાથે કાર્રિકદી નિર્માણની સીડી પર નોંધપાત્ર ઊંચાઈ હાંસલ કરે તે માટે ‘સંદેશ નોલેજ ચેલેન્જ’ એક ઉત્તમ અવસર છે.. આ પ્રતિયોગિતા શું છે..?

આ પ્રતિયોગિતામાં આપનું બાળક કઈ રીતે ભાગ લઈ શકે..? વિજેતાઓને કઈ રીતે પ્રોત્સાહિત કરાશે..? પોતાના બાળકને આ પ્રતિયોગિતા માટે પ્રોત્સાહિત કરનાર શાળા અને શિક્ષકને કઈ રીતે સન્માનિત કરાશે..? એ બધી જ વિગતો ‘સંદેશ’ અખબારના નિયમિત વાંચનથી આપ જાણી શકશો.. વૈશ્વિક ગતિવિધીઓથી લઈ રાજ્ય અને રાષ્ટ્ર ઉપરાંત સ્થાનિક ઘટનાઓનું એક સ્થળે નિરૃપણ અખબાર સિવાય અન્ય ક્યાંય હોતું નથી.. વિજ્ઞાન અને રમતજગત પણ અખબારમાં વિસ્તૃત સ્વરૃપે સમાવિષ્ટ હોય છે..

સમાજ પ્રત્યેની જવાબદારી અંગે સદૈવ સજાગ ‘સંદેશ’ ગુજરાતના બાળકને પ્રત્યેક પરિપ્રેક્ષમાં સક્ષમ અને સબળ બનાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ ખૂબ જ મહત્ત્વકાંક્ષી ‘સંદેશ નોલેજ ચેલેન્જ’નું આયોજન કરાયું છે.. આપના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ‘સંદેશ’નું સ્વપ્ન છે.. આપના બાળકને આ પ્રતિયોગિતામાં સહભાગી કરવાનો પુરુષાર્થ કરી જ્ઞાન અને ગુજરાતી ભાષાના આ મહાયજ્ઞામાં એક આહુતિ આપવા આપને હૃદયપૂર્વક અનુરોધ છે.

‘સંદેશ’નોલેજ ચેલેન્જ 2019-20માં કેવી રીતે ભાગ લેશો ?

સંદેશ દ્વારા શાળામાં પ્રેઝન્ટેશન સમયે બાળકોને એક બ્રોશરનું વિતરણ કરવામાં આવે છે. જે બ્રોશરમાં એક રજિસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના વાલીએ તે ફોર્મ જરૃરી તમામ વિગતો ભરવાની રહેશે જે બાદ તે ફોર્મ વિદ્યાર્થીએ શાળામાં જમા કરાવવાનું રહેશે. જે ફોર્મના આધારે દરેક શાળામાં સંદેશ દ્વારા એક એક્ટિવિટી કીટનું વિતરણ કરવામાં આવશે. જે સંદેશના વાચકોને તેમના ઘરે આવતા અખબાર દ્વારા પણ મળશે. જે એક્ટિવિટી શીટમાં વિદ્યાર્થીઓ પોતાની વિગતો ભરી ચાર પૈકી એક સેક્શન પસંદ કરવાનું રહેશે.

સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ 4 થી 6, ધોરણ 7 થી 8, ધોરણ 9 થી 10 તેમજ ધોરણ 11 અને 12નો સમાવેશ થાય છે. સંદેશમાં વિવિધ ટોપિક પ્રકાશિત કરાશે. જેમાંથી વિદ્યાર્થીએ નિર્ધારીત પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે. જે એક્ટિવિટી શીટ પૂર્ણ થયા બાદ પરત સ્કૂલમાં જમા કરાવવાની રહેશે. જેનું મૂલ્યાંકન કરી તજજ્ઞો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરાશે.

શાળાઓમાં બાળકોને અપાઈ રહી છે નોલેજ ચેલેન્જની સંપૂર્ણ જાણકારી

સંદેશ દ્વારા આયોજીત કરવામાં આવેલી નોલેજ ચેલેન્જ 2019-20ની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ શહેરની તમામ સ્કૂલોમાં જઈ સંદેશના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને તેમજ શિક્ષકોને નોલેજ ચેલેન્જની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે તેટલું જ નહી આ સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો તેની પણ સંપૂર્ણ માહિની આપવા સાથે બાળકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહયું છે. તે ઉપરાંત સંદેશના વાચકો દ્વારા કાર્યાલય ખાતે ફોન કરી પૂછવામાં આવતા આ સ્પર્ધાને લગતા વિવિધ પ્રશ્નોનું પણ નિરાકરણ હાલ લાવવામાં આવી રહયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન