How to record Whatsapp audio call from Iphone and Android phone
  • Home
  • Featured
  • WhatsApp કોલ પણ કરી શકો છો રેકોર્ડ, બસ અપનાવી પડશે આ સરળ ટ્રીક

WhatsApp કોલ પણ કરી શકો છો રેકોર્ડ, બસ અપનાવી પડશે આ સરળ ટ્રીક

 | 4:15 pm IST

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp) પર તમે ચેટ કરી શકો છો. સાથે જ ઓડિયો(Audio) અને વીડિયો કોલ(Video Call) પણ કરી શકો છો. ઘણા યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ ઓડિયો કોલ માટે પણ વધુ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વોટ્સએપના ઓડિયો કોલને રેકોર્ડ પણ કરી શકાય છે?

IPhone યુઝર્સ માટે WhatsApp કોલ રેકોર્ડ:

મીડિયા રિપોર્ટ મુજબ WhatsApp કોલને એન્ડ્રોઇડ અને આઈફોનમાં રેકોર્ડ કરવા માટે અમુક પસંદીદા ડિવાઇસની જરૂર પડે છે. આપને જણાવી દઈએ કે સામેની વ્યક્તિની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવો ગેરકાયદેસર અને અયોગ્ય છે. તેથી કોલ રેકોર્ડિંગ કરતી વખતે સામેની વ્યક્તિને આ અંગે માહિતી જરૂર આપવી. આઈફોન યુઝર્સ WhatsAppમાં ઓડિયો કોલ રેકોર્ડ કરવા ઇચ્છે છે તો સૌથી પહેલા આઈફોનને લાઇટનિંગ કેબલની મદદથી MaC સાથે કનેક્ટ કરવો.

ત્યાર બાદ આઇફોન(IPhone) પર Trust this computer દેખાશે. તેના પર ક્લિક કરવું. જો પહેલીવાર આઇફોનને મેક સાથે કનેક્ટ કરી રહ્યા છો તો QuickTime ખોલી તેમાં ફાઇલ સેક્શનમાં જઈ ન્યૂ ઓડિયો રિકોર્ડિંગનો વિકલ્પ મળશે. ત્યાર બાદ રિકોર્ડ બટન ત્યાં ડાઉન એરો(Down Arrow)નું નિશાન મળશે. તેના પર ક્લિક કરી આઈફોનની પસંદગી કરવી પડશે. ત્યાર બાદ ક્વિકટાઇમમાં રિકોર્ડ બટન પર ક્લિક કરી વોટ્સએપ કોલ કરવો. કનેક્ટ બાદ યુઝર આઇકનને એડ કરવો. ત્યાર બાદ સામેની વ્યક્તિને કોલ કરવો. કોલ રિસીવ થવા પર રેકોર્ડ થવો શરૂ થઈ જશે. પછી ફાઇલને મેકમાં સેવ કરવી.

Android યુઝર્સ કરી શકે છે વોટ્સએપ કોલ રેકોર્ડ:

મીડિયા રિપોર્ટ મુજબ એન્ડ્રોઇટ(Android) યુઝરે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માટે સૌથી પહેલા ક્યૂબ કોલ રિકોર્ડર(Cube Call Recorder) ડાઉનલોડ કરવી. એપ ઓપન કર્યા બાદ વોટ્સએપ પર જઈ એ વ્યક્તિને કોલ કરવો જેનાથી તમે વાત કરવા ઇચ્છો છો. તે દરમિયાન યુઝરને ક્યૂબ લોક વિજેટ દેખાશે. તેનો મતલબ છે કે તમારી કોલ રેકોર્ડ થઈ રહી છે. જોકે, આપને જણાવી દઈએ કે ક્યૂબ કોલ રિકોર્ડર ડાઉનલોડ કરતા પહેલા સાવચેતીના પગલે એપ અંગેની તમામ માહિતી મેળવી લેવી. ત્યાર બાદ સંપૂર્ણ રીતે સુનિશ્ચિત થયા પછી એપ ડાઉનલોડ કરી.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં હીરા ઉદ્યોગ લોકડાઉન બાદ ફરીથી પાટે ચઢ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન