વજન ઉતારવું હોય તો પીવો 'આવી' ચા, તરત જોવા મળશે ફાયદો - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • વજન ઉતારવું હોય તો પીવો ‘આવી’ ચા, તરત જોવા મળશે ફાયદો

વજન ઉતારવું હોય તો પીવો ‘આવી’ ચા, તરત જોવા મળશે ફાયદો

 | 4:48 pm IST

ફુદીનામાં સ્વાદ અને સુંગધનો સંગમ જોવા મળે છે. ફુદીનો એક એવો છોડ છે જે બારેય મહિના ઉગે છે અને તે ગુણોની ખાણ માનવામાં આવે છે. આ છોડ તમે કુંડામાં પણ ઉગાડી શકો છો. ફુદીનામાં વીટામીન-એ ભરપૂર માત્રામાં મળે છે. ફુદીનાનો ભોજનની સાથે સાથે તેનો અર્ક વિવિધ રોગમાં પણ મહત્વનો માનવામાં આવે છે. ફુદીનો સ્વાદુ, રુચીકર, હ્રદયની બીમારી, ગરમી, લુ લાગવી, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર રોગને દૂર કરે છે. એ ઉધરસ, અજીર્ણ, એસીડિટી, સંગ્રહણી, અતીસાર, કોલેરા અને કૃમીનો નાશ કરનાર છે. ફુદીનો ઉલટી અટકાવે છે, પાચનશક્તિ વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

વજન ઘટાડવામાં પણ ફુદીનો બહું જ કારગત સાબિત થયો છે. આજે આપણે તેનો વજન ઘટાડવા માટેનો પ્રયોગ જોઈએ. તમે રોજ સવારે ચા પીઓ ત્યારે ફુદીનો તેમાં નાંખી શકો છો આ ઉપરાંત પાણીમાં ફુદીનો ઉકાળીને તે ઉકાળો સવાર સાંજ પી શકો છો. આ ઉપાય બહું સરળ છે.

કેટલાક સંશોધનમાં બહાર આવ્યું છે કે ફુદીનાની ચા પીવાથી પેટ સાફ કરવા માટેનું તત્વ ઘરાવે છે. આ રીતે તેનાથી પેટમાં બધું યોગ્ય રીતે કામ કરે છે. ફુદીનાની ચા તમે પોતાના રોજિંદા આહારમાં લઈ અને તાજગી મેળવી શકો છો અને વજન પણ ઓછું કરી શકો છો.