How To Remove blackheads, this is the Easy home remedy Tips
  • Home
  • Fashion & Beauty
  • ચપટીમાં નાક પરના બ્લેકહેડ્સની સમસ્યાને કરો ઓછા, આ છે ઉપચાર

ચપટીમાં નાક પરના બ્લેકહેડ્સની સમસ્યાને કરો ઓછા, આ છે ઉપચાર

 | 4:13 pm IST

વધતા પ્રદુષણના કારણે ચહેરાને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બ્લેકહેડ્સ પણ તેમાથી એક છે. ખાસ કરીને બ્લેકહેડ્સ નાક પર નીકળે છે. બ્લેકહેડ્સ ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. જેનું કારણ છે કે લોકો તેનાથી છૂટકારો મેળવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ ઉપયોગ કરે છે. જેનો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે. એવામાં કેટલીક ઘરેલું વસ્તુઓને અપનાવીને બ્લેકહેડ્સ દૂર કરી શકો છો. તો આવો જોઇએ બ્લેકહેડ્સને દૂર કરવાના કેટલાક ઘરેલું ઉપાય..

લીંબુના રસનો સ્ક્રબ

લીંબુના રસથી પણ બ્લેકહેડ્સની સમસ્યા પણ દૂર કરી શકાય છે એક બાઉલમાં મધ, દહીં, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી લો. તમે ઇચ્છો તો તમે ગુલાબજળ પણ ઉમેરી શકો છો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. થોડાક દિવસમાં બ્લેકહેડ્સની સમસ્યા દૂર કરી શકાય છે.

દૂધ અને મધ

દૂધ અને મધ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી તેને માઇક્રોવેવમાં 5 મિનિટ માટે ગરમ કરવા માટે મૂકી દો. તે પછી ફરીથી તેને મિક્સ કરીને ઠંડું કરવા માટે મૂકી દો. તેને બ્લેકહેડ્સ પર લગાવો. જ્યારે તે સૂકાઇ જાય તો કોટનથી સાફ કરી લો અને ઠંડા પાણીથી ઘોઇ લો. આમ કરવાથી બ્લેકહેડ્સ દૂર થઇ જશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડાની પેસ્ટથી પણ બ્લેકહેડ્સને સહેલાઇથી દૂર કરી શકાય છે. એક બાઉલમાં બે ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવીને થોડીક મિનિટો માટે સૂકાવવા દો. જ્યારે પેસ્ટ સૂકાઇ જાય એટલે તેને ઠંડા પાણીથી ચહેરાને ધોઇ લો. થોડાક દિવસ આમ કરવાથી બ્લેકહેડ્સ ગાયબ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન