How To Remove Breath bad smell for basil tulsi leaf learn other benefits
  • Home
  • Featured
  • મોંમાં આવતી ગંદી વાસ સહિતની સમસ્યા દૂર કરે છે તુલસી, જાણો ફાયદા

મોંમાં આવતી ગંદી વાસ સહિતની સમસ્યા દૂર કરે છે તુલસી, જાણો ફાયદા

 | 12:02 pm IST

તુલસી દરેક ઘરમાં જોવા મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે. તુલસીના છોડનું વધારે પ્રમાણમાં મહત્વ હોય છે. જ્યાં તુલસી હો ત્યાની હવા શુદ્ધ અને પવિત્ર રહે છે. તુલસીના પાનમાં એક વિશિષ્ટ તેલ હોય છે. જે જીવાણુંયુક્ત વાયુને શુદ્ધ કરે છે. સવરે ભૂખ્યા પેટે તુલસીનો રસ પીવામાં આવે તો શરીરને અઢળક લાભ થાય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તુલસીથી થતા ફાયદા અંગે અને તેનાથી કઇ રીતે બીમારીને દૂર કરી શકાય છે.

– આજકાલના યંગસ્ટર્સ ગુટખા, ધુમ્રપાન કરે છે જેને લઇને તેમના મોંમાથી અત્યંત ગંદી વાસ આવે છે. તેમજ કઇ ખાણીપીણીની દુર્ગંધ પણ આવવા લાગે છે. જેને કારણે તમે અન્ય લોકોની સામે ખુલીને વાત કરી શકતા નથી. તો રોજ તમે તુલસીના પાનનું સેવન કરો. જેનાથી મોંમાથી આવતી દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

– તુલસી શરરીની ઉર્જાને યોગ્ય રાખે છે. તે સિવાય ઘણા લોકો ધાર્મિક કારણથી ગળામાં તુલસીની માળા પહેરતા હોય છે. પરંતુ તુલસીની માળા ધારણ કરવાથી દરેક બીમારીઓથી મુક્તિ મળે છે.

– ત્વચા, હાડકા સહિતની બમારીઓ દૂર કરવા માટે સફેદ તુલસીનું સેવન કરવું જોઇએ. જે હાડકા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીની ચા પીવાથી આળસ, સુસ્તી, પિત્ત, વાયુ સહિતની સમસ્યાઓ દૂર કર શકાય છે.

– તાવની સમસ્યામાં તુલસી, કાળામરી અને મધનું મિશ્રણ કરીને તેની નાની ગોળીઓ બનાવી લો. હવે આ ગોળીને સવારે , બપોરે તેમજ સાંજે લેવાથી તાવ ઓછો થાય છે અને શરીર સારુ રહે છે.

– સાંજના સમય તુલસીના રસ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. અને સાથે જ ચહેરા પરના ખીલ સહિત તેના ડાઘની સમસ્યા પણ દૂર થાય છે.

– તુલસી કિડનીની કાર્ય શક્તિને વધારે છે અને લોહીમાં સ્થિત કોલેસ્ટ્રોલને નિયમિત કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ હૃદયને લગતી બીમારીઓ દૂર કરવામાં પણ તુલસીને ફાયદાકારક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન