ચશ્માના નંબર દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર - Sandesh
  • Home
  • Health & Fitness
  • ચશ્માના નંબર દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

ચશ્માના નંબર દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

 | 7:48 pm IST

આજકાલ મોટાભાગના લોકોના ફેસ પર ચશ્મા જોવા મળતા હોય છે. જો કે ઘણા લોકોને ચશ્મા જરા પણ ગમતા હોતા નથી. આમ, જો તમને પણ આ સમસ્યા છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો અને દૂર કરો ચશ્માના નંબર..

  • ઇલાયચી આંખો માટે ખૂબ જ લાભદાયી હોય છે. રાતે સૂતા પહેલા બે ઈલાયચી પીસીને દૂધમાં નાખો. દૂધને સારી રીતે ઉકાળો અને ઠંડુ કરો જ્યારે નવશેકુ રહી જાય, ત્યારે પી લો. એમ નિયમીત રીતે કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને આંખોની રોશની વધે છે.
  • ગુલાબમાં ખૂબ જ વધુ માત્રામાં બીટા કેરોટિન જોવા મળે છે. આમળાના પાણીથી આંખો ધોવાથી કે ગુલાબજળ આંખમાં નાખવાથી પણ આંખો સ્વસ્થ રહે છે. જ્યારે આંખમાં ભારેપણુ કે થાક લાગી રહ્યો હોય તો લગભગ ચારથી પાંચ સેકન્ડ લગાતાર પલકોને ઝપકાવો. પાંચ મિનિટના અંગરથી આ ક્રિયા ફરીથી કરો.
  • પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂવો. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો. આ પ્રયોગથી આંખોની નબળાઈ દૂર થઈ જાય છે.
  • બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને ઝીણા પીસીને સમાન માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક મોટી ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથ રાતે સૂતી વખતે લો. આ પ્રયોગને નિયમિત રીતે કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને ચશ્માના નંબર ઊતરી જાય છે.
  • બીલીપત્રનો 20થી 50 મિલી રસ પીવાથી અને 3-5 ટીપા આંખોમાં કાજળની જેમ લગાવવાથી રતાંધણાપણુ દૂર થઈ જાય છે.