How To Remove Eyebrow Dandruff home remedy, Follow Easy Tips
  • Home
  • Fashion & Beauty
  • આઇબ્રોમાં થતા ખોડાને દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય

આઇબ્રોમાં થતા ખોડાને દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય

 | 11:47 am IST

આઇબ્રોમાં ખોડો થવો હેરાનીની વાત છે પરંતુ ઘણા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. જો આઇબ્રોમાં તમને પણ ખોડાની સમસ્યા થઇ રહી છે તો અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ. ખોડો આપણી પાંપણ અને આઇબ્રોમાં પણ થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે આઇબ્રોમાંથી કેવી રીતે તેને દૂર કરી શકાય છે.

બદામ ઓઇલ

જો તમારી ત્વચા ડ્રાય છે તો તમને આઇબ્રોમાં ખોડો થઇ શકે છે. તમે બદામના તેવથી તમારી આઇબ્રોને મસાજ કરી શકો છો. આવું તમે રાતે સૂતા પહેલા પણ કરી શકો છો. જે તમારી આઇબ્રોને ખોડાથી રાહત આપવાની સાથે જ વાળને ખરતા પણ રોકી શકે છે. બીજા દિવસે સવારે તેને ધોઇ લેવું નહિંતર તેનાથી તમારા પોર્સ બંધ થઇ જાય છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ ત્વચાથી સંબંધિત કોઇપણ સમસ્યાથી સહેલાઇથી રાહત અપાવી શકે છે. તમે ઇચ્છો તો તમારી આઇબ્રોમાં એલોવેરા જેલ લગાવી શકો છો જેને 15 મિનિટ માટે આઇબ્રોમાં લગાવીને રાખી મૂકો. તે બાદ સાફ પાણીથી તેને ધોઇ લો. જે ખોડાની સાથે જ આઇબ્રોમાં થનારા હેરફૉલને પણ રોકવામાં મદદ કરે છે.

લીંબુનો રસ

લીંબુ રસ ત્વચા માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. લીંબુના રસનો ઉપયોગ તમે આઇબ્રોના ખોડાને કતમ કરવા માટે પણ કરી શકો છો. તમારે આ વાતનું ધ્યાન રાખો કે તમે લીંબુના રસને થોડાક પાણી સાથે મિક્સ કરી શકો છો. તે બાદ તમે તેને તમારી આઇબ્રો પર પણ લગાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન