how to restart inactive ppf recurring deposit,recurring deposit
  • Home
  • Business
  • શું તમારૂ PPF ખાતુ કે વીમા પોલીસી બંધ થઈ ગઈ છે તો આ રીતે ફરીથી કરો શરૂ

શું તમારૂ PPF ખાતુ કે વીમા પોલીસી બંધ થઈ ગઈ છે તો આ રીતે ફરીથી કરો શરૂ

 | 2:04 pm IST

આવનારા ભવિષ્યને નિશ્ચિત કરવા તમામ લોકો કોઈને કોઈ જગ્યાએ લાંબી અવધી માટે રોકાણ કરે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને લગભગ તમામ લોકો જાત જાતનું રોકાણ કરે છે. આમાંથી કેટલુક રોકાણ પૈસા કમાવવા માટે કરવામાં આવે છે તો કેટલુંક આવનારા ભવિષ્ય માટે કરવામાં આવે છે.

આપણે રોકાણ નિયમિત રીતે કરીએ એ ખુબજ સારી વાત છે પણ ક્યારેક એવુ પણ થાય છે કે આપણે પ્રિમિયમને તે સમયે ભરી નથી શકતા અથવા એવા બીજા ખર્ચાઓ આવી જતા હોય છે જેનાથી તમારી પોલિસી બંધ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવુ થયુ હોય તો આજે અમે તમને ફરીથી એ બંધ થયેલા રોકાણને પ્રિમિયમને ફરી કેવી રીતે શરૂ કરાવવી તે સમજાવીશુ.

કેટલીક વખત એવો સમય આવી જાય છે કે આપણે જે લોન્ગટર્મમાં રોકાણ કર્યુ હોય તેનું પ્રિમિયમ તે સમયે ભરી નથી શકતા અને આપણી પોલિસી બંધ થઈ જાય છે. PF જો કોઈ નાણાંકીય વર્ષમાં તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા ન થાય તો તમારૂ એકાઉન્ટ બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં જમા કરેલા પૈસા પર વ્યાજ તો મળે છે પણ ખાતુ અનએક્ટિવ થવાથી તમે પૈસા નહી ઉપાડી શકો, અને પછી આ ખાતા પર કોઈ લોન પણ નહી લઈ શકો.

કેવી રીતે કરશો

જે જગ્યા પર તમારૂ PPF ખાતુ છે, તે બ્રાન્ચમાં જાઓ. ત્યાં જેટલા વર્ષનું બાકી રહ્યુ તે હિસાબે 500 રૂપિયા ચુકવી દો. સાથે દરેક વર્ષના 50 રૂપિયા વધારાના ચુકવવાના રહેશે.

રિકરિંગ ડિપોઝિટ

તમારે એક નિશ્ચિત સમય માટે સતત નક્કી કરેલ રકમ જમા કરાવવાની રહેશે. અવધિ સમાપ્ત થતા જ તમને તામારા પૈસા વ્યાજ સાથે પરત મળશે. રકમ જમા ન કરાવો તો ખાતુ બંધ થઈ જાય છે.

શું છે પેનલ્ટી?

ખાતુ મેચ્યોર થતા 10 રૂપિયાનો સર્વિસ ચાર્જ લગાવવામાં આવશે. આ ચાર્જ ત્યારે જ લાગશે જ્યારે તમે ત્રણ હપ્તાઓ ભરવાનું ચુકી જશો. જો તમે 6 મહિના સુધી કોઈ રકમ જમા ન કરાવો તો આ ખાતુ બંધ થઈ જશે. પેનલ્ટી ભર્યા પછી આને ફરીથી શરૂ કરી શકશો.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં હપ્તો ન ભરો તો ખાતુ બંધ થઈ જાય છે.પેનલ્ટી બાદ આને ફરીથી ચાલુ કરી શકાશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

જો તમે ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા જમા નથી કરાવ્યા તો તમારૂ ખાતુ બંધ થઈ જશે. આ યોજનાને ફરીથી શરૂ કરવા નજીકની પોસ્ટ ઓફીસ કે બેન્કમાં જવાનું રહેશે. આમાટે પેનલ્ટી રૂ. 50 પ્રત્યેક વર્ષમાટે ચુકવવાની રહેશે.

જીવન વીમા પોલિસી

વાર્ષિક પ્રીમીયમ ન ભરતા વીમા પોલીસી બંધ થઈ જશે. મળનારા 15-30 દિવસમાં ગ્રેસ પીરિયડ રકમ જમા ન થાય તો પોલિસી લેપ્સ થઈ જશે. જેટલો સમય પેમેન્ટ નહી ભરો એ સમંયે વીમા કવચ નહી મળે.

ફરી કેવી રીતે શરૂ કરાવશો

જીવન વીમા પોલિસી બંધ થયાના બે વર્ષ સુધીમાં તેને ફરીથી શરૂ કરાવી શકો છો. આ માટે બ્રાન્ચ ઓફિસ કે તમારા એજન્ટ સાથે વાત કરો. તમામ પ્રીમિયમ ભર્યા પછી લેટ પેમેન્ટના ભાગ રૂપે દંડ ચુકવવાનો રહેશે. પહેલા અનપેડ પ્રીમિયમમાં 6 મહીનાની અંદર જો પોલિસી શરૂ કરવામાં આવે છે તો હેલ્થ સર્ટિફિકેટ આપવું નહી પડે. વધારે સમય જતો રહ્યો હશે તો આ બધી પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે.

યૂનિટ લિન્ક ઈશ્યોરન્સ પ્લાન્સ

જો પોલિસી લોક ઈન પીરિયડમાં જ બંધ થઈ જાય તો તમારે તેને ફરી એકવાર શરૂ કરાવવા તમને બે ઓપ્શન આપવામાં આવશે એક તો તેને બંધ કરી દો તમને ત્યાં સુધીના જમા થયેલા પૈસા પરત મળશે, હા આ માટે તમને કોઈ રિસ્ક કવર નહી મળે. પ્લાન બંધ કરવાથી તમારી જમા રકમ પર તમને વાર્ષિક 4 ટકા વ્યાજ મળશે.

હેલ્થ ઈંશ્યોરન્સ પોલિસી

વાર્ષિક પેમેન્ટ ન કરવાથી આ બંધ થઈ જાય છે. હપ્તો જમા કરાવવા 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. લેપ્સ પીરિયડમાં પોલિસીધારકને કોઈ કવર મળતું નથી. જો લેપ્સ પીરિયડ દરમિયાન પોલીસી ધારકને કોઈ નવી બીમારી થાય તો તે અંગે સુચના આપવાની રહેશે. જો પોલિસી હોલ્ડરે એક કરતા વધારે પ્રીમિયમ મિસ કર્યા હશે તો તેને ફરીથી શરૂ કરી શકાશે નહી.

મોટર ઈશ્યોરન્સ પોલિસી

જો તમે પ્રીમિયમ ભર્યુ નથી તો મોટર ઈશ્યોરન્સ પૂરો થઈ જશે. જો વીમો પૂરો થાય તેના 90 દિવસ સુધી મોટર વીમો કરવાથી તમારા વાહનનું નિરીક્ષણ કરાવવાનું રહેશે, જોવાશે કે તે પહેલા કરતા કેટલુ ડેમેજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન