how to save a message on whats app without screenshot
  • Home
  • Featured
  • સ્ક્રિન શોટ લીધા વગર whatsapp પર સરળતાથી સેવ કરો મેસેજ

સ્ક્રિન શોટ લીધા વગર whatsapp પર સરળતાથી સેવ કરો મેસેજ

 | 4:40 pm IST

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન whatsapp વિશ્વની સૌથી વધુ લોકપ્રિય કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. ભારત સહિત દુનિયાભરમાં આ એપ્લિકેશનને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે એફ 8 ડેવલપર કોન્ફરન્સમાં ફેસબુકએ જણાવ્યું હતું કે whatsapp વપરાશકર્તા રોજિંદા 65 અબજ સંદેશાઓ મોકલે છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. whatsapp વપરાશકર્તાઓ ઘણીવાર કોઈ ખાસ મેસેજ સેવ કરવા માંગે છે. તેવામાં યુઝર સ્ક્રીન શોટ લઇ તે મેસેજ સેવ કરે છે.

whatsapp મેસેન્જરમાં એવું ફિચર્સ હાજર છે જેમાં તમે કોઇપણ મેસેજને સ્ક્રિન શોટ લીધા વગર સેવ કરી શકો છો. અને પછી તે સંદેશને સરળતાથી એક્સેસ કરી શકાય છે. આ ફિચર્સની મદદથી તમે ગ્રૂપ ચેટ અથવા ખાનગી ચેટથી સંદેશા બુકમાર્ક કરી શકો છો. આ ફિચર્સ એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ આ રીતે સેવ કરો મેસેજ:
સૌ પ્રથમ તમારું whatsapp મેસેન્જર ખોલો. ત્યાર બાદ જે ચેટને એપ સેવ કરવા માંગો છો તેમાં જાવ. જે મેસેજને તમે બુકમાર્ક કરવા માંગો છો તેને ટેપ કરો અને હોલ્ડ કરો. હવે તમને સ્ક્રીનની ટોચ પર સ્ટાર આઇકોન દેખાશે. સ્ટાર આઇકોન પર ટેપ કરો અને મેસેજ સેવ થઇ જશે. બસ આ સરળ રીતથી તમે હવે મેસેજ સેવ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન