how to solve moisture problem from home in monsoon, know the tips
  • Home
  • Featured
  • ચોમાસામાં દિવાલના પોપડા ખરવા લાગે, તો સૌથી પહેલા કરો આ કામ

ચોમાસામાં દિવાલના પોપડા ખરવા લાગે, તો સૌથી પહેલા કરો આ કામ

 | 7:46 pm IST

ચોમાસાના મોસમમાં દિવાલમાં બેક્ટેરીયા અને ફૂગ લાગલા લાગે છે. જેને કારણએ બીમારીઓ ફેલાય છે, દિવાલો પણ ગંદી અને ર્દુગંધવાળી થઈ જાય છે. આવામાં દિવાલ પરથી પ્લાસ્ટર, અને પેઈન્ટ નીકળવા લાગે છે. ઘરમાં મોઈશ્ચરની સમસ્યા તો ક્યાંય પણ થઈ શકે છે. જેને કારણે બીમારી પેદા થઈ શકે છે. ત્યારે ઘરમાં મોઈશ્ચર થવાના કારણે અનેક હોઈ શકે છે. જેમ કે, ઘર બનાવતા સમયે ખરાબ ક્વોલિટીના સામાનનો ઉપયોગ, ડૈમ્પપ્રૂફ કોર્સ, લીક કરતી પાઈપ, વરસાદનું પાણી, છતના ઢાળની વ્યવસ્થા સારી ન હોવી, યોગ્ય વેન્ટીલેશન ન હોય તો પણ ચોમાસમાં મોઈશ્ચર થઈ શકે છે. આવામાં શું કરવું તેની ટિપ્સ તમને આપીશું.

ઘરને બનાવો મોઈશ્ચર પ્રુફ

  •  નક્કી કરો કે, ઘરમાં ક્યાંય પણ પાણી ભેગું ન થાય, પાણી સતત જતું રહેવું જોઈએ.
  •  બારી અને દરવાજાની ફ્રેમ સીલબંધ છે કે નહિ તે ચેક કરો.
  •  છત કે દિવાલમાંથી પાણી પડતું હોય તો રિપેર કરાવો.
  •  ઘરમાં વેન્ટીલેશનની વ્યવસ્થા યોગ્ય રાખો. બાથરૂમના શાવર કે રસોઈઘરમાંથી વરાફ બહાર ન નીકળે તો પણ રૂમની દિવાલ પર મોઈશ્ચર થાય છે. આવામાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો.
  •  ઘરેલું ડિહ્યુમિડિફાયર યોગ્ય વિકલ્પ છે. તેમાં બેક્ટેરીયા અને રોગાણુઓને મારવા માટે અતિરિક્ત યુપી લેમ્પ હોય છે. કેટલાકમાં વાસ શોષિત કરી લે તેવું કાર્બન ફિલ્ટર પણ હોય છે.

  •  દિવાલો પર વોટરપ્રુફ કોટ્સ લગાવવું સારો વિકલ્પ છે. તેનાથી વરસાદના પાણીની અસર દિવાલ પર રહેતી નથી. છત પર વોટરપ્રુફ રુફ કોટિંગનો ઉપયોગ કરો. જેથી પાણીની ભરાવથી બચી શકાય.
  •  અનેકવાર દિવાલના નીચેના ભાગ પર મોઈશ્ચરના ગંદા ડાઘ દેખાય છે. તેનું કારણ ગ્રાઉન્ડ વોટર હોય છે, જે ઉપર ચઢવા લાગે છે. તેનાથી બચવા માટે ડેમ્પપ્રુફ કોર્સની જરૂર હોય છે. તેમાં રહેલું મટીરિયલ ગ્રાઉન્ડવોટરની દિવાલો દ્વારા ઉપર ચઢવા અને ઘરને નુકશાન પહોંચાડવાથી બચાવે છે.