સવારે ઉઠતા આટલું કરશો તો દિવસ નહીં જાય ખરાબ - Sandesh
  • Home
  • Astrology
  • સવારે ઉઠતા આટલું કરશો તો દિવસ નહીં જાય ખરાબ

સવારે ઉઠતા આટલું કરશો તો દિવસ નહીં જાય ખરાબ

 | 3:16 pm IST

જો દિવસની શરૂઆત સારી રીતે થાય તો સંપૂર્ણ દિવસ સારો જાય છે. કોઇપણ એવું નથી ઇચ્છતું કે દિવસ અડચણોમાં અને હેરાનગતિમાં પસાર થાય, પરંતુ ક્યારેક-ક્યારેક ના ચાહવા છતા દિવસ ખરાબ થઇ જાય છે. પહેલાની માન્યતાઓ અને શાસ્ત્રો પ્રમાણે આના પાછળનું કારણ સવારનાં સમયે કરવામાં આવેલી ભૂલો છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને ક્યારેય પણ અરીસામાં પોતાનો ચહેરો જોવો ના જોઇએ. આનાથી વ્યક્તિ પર સમગ્ર દિવસ દરમિયાન નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે. આ ઉપરાંત સવારમાં ઉઠતા અન્ય વ્યક્તિનો ચહેરો જોવાનું ટાળવું જોઇએ.

દિવસની શરૂઆત કરતા સમયે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન ધરવું જોઇએ અને બની શકે તો તેમના દર્શન કરવા જોઇએ. જો આવું ના કરી શકો તો પોતાના હાથની હથેળી જોઇને ભગવાનનું ધ્યાન ધરવું જોઇએ. આમ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

સવારનાં સમયે જમતા પહેલા કોઇપણ પશુ કે ગામનું નામ ના લેવું જોઇએ. આમ કરવાથી પણ દિવસ સારો જતો નથી.