સ્વસ્તિકાસન કરવાથી તણાવ થાય છે દૂર, આ રીતે કરો ઘરે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સ્વસ્તિકાસન કરવાથી તણાવ થાય છે દૂર, આ રીતે કરો ઘરે

સ્વસ્તિકાસન કરવાથી તણાવ થાય છે દૂર, આ રીતે કરો ઘરે

 | 11:12 am IST

જો તમે ઓફીસ અને ઘરની સમસ્યાથી વધારે તણાવ મહેસુસ કરો છો તો સ્વસ્તિકાસન તમારી માટે ખૂબ જ કામનું છે. આ આસન જો તમે રેગ્યુલરલી કરશો તો તમને અવશ્ય રાહત મળશે.

સ્વસ્તિકાસન કરવાની રીત
સૌ પ્રથમ સમતલ સ્થાન પર કોઇ કપડુ પાથરીને તેની પર બેસી જાઓ. ત્યારબાદ ડાબા પગને ગોઠણથી વાળીને સામાન્ય સ્થિતિમાં જમણા પગના ગોઠણ વચ્ચે દબાવીને રાખઓ અને ડાબા પગને ગોઠણથી વાળીને ડાબા પગની પિંડલી પર રાખો. પછી બન્ને હાથને બન્ને ગોઠણ પર રાખીને જ્ઞાન મુદ્રા બનાવવી. જ્ઞાન મુદ્રા માટે ત્રણ આંગળીને ખોલીને તથા અંગુઠાને સાથે રાખો. હવે તમારી નજરને નાકના આગળના ભાગ પર સ્થિર કરીને મનને એકાગ્ર કરો. આસનની આ સ્થિતિમાં જેટલુ સંભવ હોય તેટલુ રહેવુ.

તમને જણાવી દઇએ કે, આ આસન કરવાથી તમે દિવસ દરમિયાન એકદમ ફ્રેશ રહી શકો છો, જેથી કરીને તમારો આખો દિવસ એકદમ મસ્ત રીતે પસાર થઇ જાય છે. આ આસન કરવાથી મનની એકાગ્રતા વધે છે અને ધ્યાન લગાવવાથી વિચારવાની ક્ષમતામાં ગુણાત્મક વ્રુદ્ધિ થાય છે જેથી દિવસભર મન શાંત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન