NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • આ રીતે લેશો ગર્ભનિરોધક ગોળી તો નક્કી રહી જશે ગર્ભ, તુરંત સુધારો આદત

આ રીતે લેશો ગર્ભનિરોધક ગોળી તો નક્કી રહી જશે ગર્ભ, તુરંત સુધારો આદત

 | 11:36 am IST

અનિચ્છનીય ગર્ભથી બચવા માટે બર્થ કંટ્રોલ પિલ્સ લીધા પછી પણ પ્રેગન્સી રહી હોવાની ફરિયાદ અનેક મહિલાઓને થતી હોય છે. નિષ્ણાંતોના મતે બર્થ કંટ્રોલ પિલ્સ 99% સુરક્ષિત હોય છે. જો તેનું સેવન નિયમિત રીતે કરવામાં આવે તો ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી. પરંતુ તેમ છતાં જો ગર્ભ રહી જાય તો તેની પાછળ આ જવાબદાર હોય છે ગોળી લેવાની ખોટી પદ્ધતિ. જી હાં ગર્ભનિરોધક ગોળીઓ ત્યારે જ અસર કરે જ્યારે તેને યોગ્ય રીતે અને સમયસર લેવામાં આવે. તો તમે પણ જાણી લો આ રીત અને ચિંતામુક્ત થઈને માણો જાતીય જીવન.

– અનઈચ્છીત પ્રેગ્નન્સીનું સૌથી મોટું કારણ હોય છે કે જ્યારે તમે સમયસર ગોળી લેવાનું ભૂલી જાવ. ગોળી લેવાનું ભૂલી ગયા બાદ તમને લાગતું હોય કે એકવાર આમ થવાથી કોઈ જ ફરક નહીં પડે તો આ માન્યતા ખોટી છે. આમ કરવાથી તમારા શરીરના હોર્મોન પર અસર પડે છે.

– આ ગોળી યાદ આવે ત્યારે કે પછી જ્યારે મન થાય ત્યારે લેવાથી તેની અસર થતી નથી. આ ગોળી લેવાનો એક નિયત સમય હોય છે અને તેને હંમેશાં એવી રીતે જ લેવી જોઈએ.

– ગોળી લેતાં પહેલાં ચકાસી લો કે તે તમારા માટે યોગ્ય છે કે નહીં કારણ કે 10-15 એમજીથી ઓછી દવા ખાધા પછી પણ ગર્ભ રહી શકે છે. આ ગોળીઓ શરૂ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી, આ દવાઓ તમારા વજનના આધારે લેવાથી જ લાભ કરે છે.

– ક્યારેક-ક્યારેક એન્ટિબાયોટિક અને એન્ટિફંગલ ગોળીઓ ગર્ભનિરોધકની અસરને ઓછી કરીને તેના કાર્યમાં બાધા ઊભી કરે છે. એટલા માટે જો તમે આ દવા ખાઈ રહ્યા હોય તો કોશિશ કરો કે તે મહિને કોઈ બીજું ગર્ભનિરોધક અપનાવો.

– જો ગોળી ખાધા પછી તમને ઊલટી કે ઝાડા થઇ રહ્યા હોય તો ગોળી અસર કરશે નહીં. કારણ કે આમ થવાથી ગોળી અસર કર્યા પહેલાં જ પેટમાંથી બહાર નીકળી જશે.

1