How to use coffee powder for hair color
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • કોફી પાઉડરથી આપો વાળને નેચરલ કલર, સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ

કોફી પાઉડરથી આપો વાળને નેચરલ કલર, સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ

 | 2:01 pm IST
  • Share

આજકાલ અકાળે વાળ સફેદ થઈ જવા સામાન્ય બની ગયું છે. આપણી ખાણીપીણી અને વાતાવરણમાં પ્રદૂષણને કારણે વાળ પર તેની માઠી અસર પડે છે. આ ઉપરાંત હેરિડિટરી પણ વાળ સફેદ થવાનું કારણ બને છે. આપણે વાળને કલર કરીને સફેદ વાળને છુપાવતા હોઈએ છીએ. પણ મૂળ સમસ્યા ત્યાં છે કે આપણે બજારમાં મળતા કેમિકલયુક્ત કલરથી વાળને રંગતા હોઈએ છીએ. તેનાથી સફેદ વાળ કલર તો થઈ જાય છે પણ તેમાં રહેલા કેમિકલને કારણે તેની વાળ પર માઠી અસર પડે છે. જો તમે વાળમાં કેમિકલયુક્ત કલર કરવા ન માંગતા હોવ અને વાળને નેચરલ ડાર્ક બ્રાઉન કલર આપવા માંગતા હોવ તો તમે કોફીનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમે માત્ર કોફી, કંડિશનર અને પાણીનો ઉપયોગ કરીને કેમિકલયુક્ત હોમમેડ હેર કલર બનાવી શકો છો. તેનાથી વાળને નુકસાન પણ નહીં થાય અને તમને વાળમાં નેચરલ ડાર્ક બ્રાઉન કલર મળશે.

કેવી રીતે બનાવશો કોફી પાઉડર હેર કલર?

સામગ્રી

૨ ટીસ્પૂન ઓર્ગેનિક કોફી પાઉડર

૨ ટીસ્પૂન કંડિશનર

અડધો ગ્લાસ પાણી

રીત

-એક નાની કડાઈમાં પાણી રેડીને ગેસ પર ગરમ કરવા મૂકો.

-તેમાં કોફી પાઉડર નાખી થોડી વાર પાણીને ઉકળવા દો.

-ગેસ બંધ કરી દો અને કોફીને ઠંડી થવા દો.

-હવે એક બાઉલમાં તમારા વાળની જરૂરિયાત મુજબ કંડિશનર લો અને તેને ઉકાળેલા કોફીવાળા પાણીમાં નાખો અને સારી રીતે મિક્સ કરો.

-જો તમારા વાળ વધારે લાંબા હોય તો તે હિસાબે કોફી અને કંડિશનરનો ઉપયોગ કરવો.

લગાડવાની રીત

તૈયાર કોફી કલરને વાળમાં લગાવતા પહેલાં વાળને શેમ્પૂથી ધોઈ લેવા. ત્યારબાદ વાળમાંથી વધારાના પાણીને નીચોવી લો અને પછી તૈયાર કરેલ કોફી હેર કલર તમારા માથાના બધા જ ભાગમાં વ્યવસ્થિત રીતે લગાવો. કલર લગાવવા માટે તમે મોટા દાંતાવાળા કાંસકાનો પણ ઉપયોગ કરી શકો છો. કલર લગાવ્યા બાદ વાળનો બન બનાવીને તેને પીન અથવા હેરબેન્ડની મદદથી ટાઈટ કરી લો. વીસ મિનિટ સુધી કલરને વાળમાં રહેવા દો ત્યાં સુધીમાં કંડિશનર સુકાઈને કડક થઈ જશે. તે પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો.

ક્યાં સુધી રહેશે આ હેર કલર

કેમિકલમુક્ત આ હેર કલર એક અઠવાડિયું અથવા તેનાથી પણ ઓછા સમય માટે વાળમાં ટકી રહેશે. જોકે તે એ વાત પર પણ નિર્ભર છે કે તમે અઠવાડિયામાં કેટલી વખત વાળ ધૂઓ છો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ હેર કલર વાળમાં લગાવતા પહેલાં થોડો પેચ ટેસ્ટ પણ જરૂરથી કરી લેવો. જો તમને કોફીથી એલર્જી હોય તો આ હેર કલરનો ઉપયોગ કરવો નહીં. આ રીતે તમે બીટમાંથી પણ કલર બનાવીને વાળમાં લગાવી શકો છો. આમ ઘરમાં જ નેચરલ હેર કલર બનાવીને વાળમાં લગાવો. વાળને કોઈ નુકસાન પણ નહીં થાય અને તમારા સફેદ વાળ કલર પણ થઈ જશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન