netflix for free with telecom company offers how to use
  • Home
  • Featured
  • શું તમે Netflix ફ્રી વાપરવા માંગો છો તો આ કંપનીઓ આપી રહી છે ઓફર

શું તમે Netflix ફ્રી વાપરવા માંગો છો તો આ કંપનીઓ આપી રહી છે ઓફર

 | 3:56 pm IST

હાલ ભારતમાં Netflixનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. કંપની ખાસ ભારતને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ તૈયાર કરી રહી છે. એમેઝોન પ્રાઈમની જેમજ Netflixનું સબ્સક્રિપ્શન માટે પૈસા ચુકવવાના હોય છે. જો કે એમેઝોન પ્રાઈમ વીડિયોથી મોંઘુ છે. એક મહીનો તમે ફ્રી Netflix વાપરી શકો છો એ તો તમે જાણતા જ હશો. આ માટે તમારે સાઈન અપ કરવાનુ રહે છે તમારી કાર્ડની ડિટેલ્સ આપવાની હોય છે, ત્યારબાદ તમને એક મહીના માટે Netflix ફ્રી મળે છે.

એક મહીનો પૂરો થતા તમારે સબ્સક્રિપ્શન માટે પૈસા ચુકવવાના રહેશે. તમારે આ ફ્રી જોઈએ તો કેટલીક રીત અપનાવવાની રહેશે, મોબાઈલતો સૌ કોઈ યુઝ કરે છે આ માટે એરટેલ અને વોડાફોન પોતાના યૂઝર્સ માટે Netflix ઓફર આપી રહ્યુ છે.

એરટેલ પોસ્ટપેડ

જો તમારી પાસે એરટેલનો પોસ્ટપેડ નંબર છે. તો સૌથી પહેલા ત્રણ મહીના સુધી ફ્રી Netflix સબ્સક્રિપ્શન મળશે. જો તમારો પ્લાન 499 કે તેનાથી વધારે છે તો આ ઓફરનો ફાયદો થશે તમને આ માટે તમારે એરટેલના ટીવી એપ્સના થેંક્સ પેજ પર જવાનું રહેશે, આ નવા જુના નેટફિક્સલ કસ્ટમર્સ માટે છે.

વોડાફોન પોસ્ટપેડ

જો તમે વોડાફોન પોસ્ટપેડ યૂઝર છો તો તમને Netflix ફ્રી સબ્સક્રિપ્શન મળી શકે છે. જો તમે સેમસંગનો ફ્લેગશિપ Galaxy S10 સિરીઝનો સ્માર્ટફોન ખરીદી રહ્યા છો તો વોડાફોન તરફથી એક વર્ષનું Netflix ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ માટે તમારે વોડાફોનનો રેડ પ્લાન રાખવો પડશે.

જો તમે Galaxy S10 નથી લેવા ઈચ્છતા અને તમારી પાસે વોડાફોનનું પોસ્ટપેડ છે તો પણ તમને Netflix મળશે. પણ આ ફક્ત 2 મહીના માટે જ મળશે. આ માટે તમારે વોડાફોનના RED International પ્લાનને લેવો પડશે, જે 999 રૂપિયાનો છે. આ પ્લાનની સાથે તમને એક વર્ષ માટે એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન મળી રહ્યુ છે.

Netflix સાથે તમે એક સાથે ચાર ડિવાઈસ માં એક એકાઉન્ટને વાપરી શકો છો. જો તમે 1000 રૂપિયાનું પ્લાન લો છો તો તમને ચાર ડિવાઈસ ચલાવવાનો સસ્તો ઓપ્શન મળશે. દોસ્તો સાથે શેર કરવાનો એક સારો ઓપ્શન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન