આ વિષ્ણુ મંત્ર કોઈપણ સમસ્યાને કરી શકે છે દૂર, જાપ કરવાથી થશે ચમત્કારી અનુભવ - Sandesh
  • Home
  • Astrology
  • આ વિષ્ણુ મંત્ર કોઈપણ સમસ્યાને કરી શકે છે દૂર, જાપ કરવાથી થશે ચમત્કારી અનુભવ

આ વિષ્ણુ મંત્ર કોઈપણ સમસ્યાને કરી શકે છે દૂર, જાપ કરવાથી થશે ચમત્કારી અનુભવ

 | 5:47 pm IST

ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર દેવતા છે. તેમનું સ્વરૂપ શાંતિમય અને આનંદદાયી છે. રોજ ભગવાન શ્રીહરીનું સ્મરણ કરવાથી જીવનમાં નડતરરૂપ કોઈપણ સમસ્યા ખૂબ જ સરળતાથી દૂર થઈ શકે છે. આ મંત્રમાંથી કોઈપણ એકનો જાપ પણ જીવનને ધન-ધાન્યથી ભરપૂર બનાવી શકે છે. ભગવાન વિષ્ણુના મનોરમ્ય સ્વરૂપનું મનમાં ધ્યાન ધરી અને ‘ॐ नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ કરવાથી ચમત્કારી અનુભવ થાય છે. આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તેનાથી અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે. ભક્ત પ્રહલાદના જીવનમાં આવતી દરેક સમસ્યાનો અંત ભગવાન તુરંત કરી દેતાં હતા. કારણ કે તેઓ પણ આ મંત્રનો જાપ સતત કરતાં રહેતા. આ મંત્ર જાપના પ્રતાપે ભગવાને તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને મૃત્યુથી પણ તેમનું રક્ષણ કર્યુ હતુ. આ મંત્ર અત્યંત ચમત્કારી છે જો કોઈ વ્યક્તિ તેનો નિયમિત જાપ કરે તો તેની મનની દરેક ઈચ્છા પૂર્ણ થવા લાગે છે.

ભગવાન વિષ્ણુ જેના પર પ્રસન્ન રહે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પણ બની રહે છે. તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના અન્ય મંત્ર પણ છે. આ મંત્ર પણ અત્યંત પ્રભાવી છે. અહીં દર્શાવેલા મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાથી પણ શુભફળ પ્રાપ્ત થશે.

– ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।

– ॐ विष्णवे नम:

– ॐ हूं विष्णवे नम:

જો આર્થિક સ્થિતી ખરાબ હોય તો ગુરુવારનું વ્રત કરી વિષ્ણુ પૂજા કરવી અને ત્યારબાદ આ મંત્રની પાંચ માળા કરવી.
ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि। 
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન