How to worship of Lord Hanuman on Saturday astrology spiritual
  • Home
  • Astrology
  • શનિવારે કરો આ ઉપાય, ગમે તેવા કષ્ટ દૂર કરશે અષ્ટ સિદ્ધિના દાતા હનુમાનજી

શનિવારે કરો આ ઉપાય, ગમે તેવા કષ્ટ દૂર કરશે અષ્ટ સિદ્ધિના દાતા હનુમાનજી

 | 11:19 am IST

હનુમાનજી એક એવા દેવતા જેમના શરણમાં જવાથી એક સાથે તમામ સમસ્યાઓથી મુક્તિ મળશે. જો શનિવારના દિવસે વિપત્તિઓથી છુટકારો મેળવવો તો આ ચમત્કારીક ઉપાયો કરી જુઓ. શનિદેવ સાથે સંબંધિત દોષ દૂર કરવા માટે શનિવારનો દિવસ ખાસ છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને શનિવેદને પ્રસન્ન કરી શકાય છે. શનિવારે ન્હાવાના પાણીમાં અમુક વસ્તું નાંખીને સ્નાન કરવામાં આવે તો તમામ પ્રકારના શનિ દોષને દૂર કરી શકાય છે.

શનિવારના દિવસે સવારે થોડા કાળા તલમાં લોટ, ખાંડ ભેળવી સરખી રીતે મિક્સ કરી આને કીડીઓને ખવડાવો. ધનની વૃદ્ધિ થશે. એક ત્રોફો લો તેનુ પાણી કાઢી લઈ તેમાં મોટો હોલ કરી અંદર લોટ અને ખાંડ ભરો આ ત્રોફાને કોઈ ઝાડની નીચે મુકી દો આવુ કરવાથી કીડિયારૂ પુરવાનું પુન્ય મળશે.

શનિવારના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારની રાતે એક વાસણમાં ચોખ્ખું પાણી લઈને તેમાં કાળા તલ, કાળા અડદ, લવિંગ અને લાજવંતીના ફૂલ નાંખીને આખી રાત સુધી રહેવા દો. આગલા દિવસે સવાર એટલે કે શનિવારે તે પાણીને ગાળી લેવું અને પોતાના સ્નાન કરવાના પાણીમાં ભેળવી દેવુ.

શનિવારે સવારે ગંગાજળ ભેલવેલા જળથી સ્નાન કર્યા પછી એક કટોરીમાં સરસોનું તેલ અને તેમાં તમારો ચહેરો જોઈને તેલનું દાન કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને કરવાથી ફાયદો થશે. આનાથી તમારા જીવનમાં જે કામમાં બાધાઓ આવે છે તે દૂર થશે અને સફળતા તમારા કદમોમાં આળોટશે.

લખો શ્રીરામ નામ
સવાર સવારે પીપળાના કેટલાક પાન તોડી લો અને આ પાન પર ચંદનથી કે કુમકુમથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાનની એક માળા બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. આ ઉપાયથી બધા પ્રકારના કષ્ટ અને ક્લેશ દૂર થઈ શકે છે.

શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને 108 આંકડાના પાન પર સિંદુરથી શ્રી રામ લખીને પહેરાવવાથી હનુમાનજી તાત્કાલીક પ્રસન્ન થાય છે. આ સિવાય શનિવારે ભૂખ્યાને ભોજન કરાવવાથી તેમજ બાળકોને ચોકલેટ ખવડાવવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. નાગરવેલના પાનમાં કપૂર મુકીને તેને હનુમાનજી સામે જલાવી પ્રાર્થના કરવાથી મનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન