How To Make Onion potato sabji Recipe
  • Home
  • Featured
  • ડુંગળી-બટેટાના શાક આ રીતે બનાવશો સ્વાદ થશે બમણો

ડુંગળી-બટેટાના શાક આ રીતે બનાવશો સ્વાદ થશે બમણો

 | 10:04 am IST

આમતો આપણે ડુંગળીને સલાડ તરીકે ખાતા હોઇએ છીએ. તો આજે અમે તમારા માટે ડુંગળી અને બટેટાના શાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં મસ્ત અને ઝડપથી બની જાય છે. ખાસ કરીને ઘણા લોકોના ઘરે બટેટા ડુંગળીનું સ્વાદ બનતું જ હોય છે. પરંતુ જો આ રીતે બટેટા ડુંગળીનું શાક બનાવશો તો તેનો સ્વાદ બમણો થઇ જશે.

સામગ્રી

200 ગ્રામ – બટેટા
300 ગ્રામ – ડુંગળી
1 મોટી ચમચી – વરિયાળી
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – અજમો
1/2 ચમચી – રાઇ
2-3 નંગ – લાલ સૂકા મરચા
2-3 નંગ – લીલા મરચા
1 ચમચી – લીંબુનો રસ
3-4 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટા અને ડુંગળીને લાંબા પાતળા સમારી લો. હવે એક ફ્રાઇંગ પેન લો તેમા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા વરિયાળી, જીરૂ, અજમો, રાઇ અને લાલ સૂકા મરચા ઉમેરી લો. હવે તે તતડે એટલે તેમા લીલા મરચા, ડુંગળી ઉમેરો. ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમા બટેટા ઉમેરીને ઉપરથી મીઠું ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરીને ધીમી આંચ પર ચડવા દો. બટેટા ચઢી જાય એટલે તેમા ઉપરથી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે બટેટા ડુંગળીનું સ્વાદિષ્ટ શાક…તેને કોથમીરથી ગાર્નિશ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.