How useful is vegetable transplant in vegetable farming?
  • Home
  • Agro Sandesh
  • શાકભાજીની ખેતીમાં શાકભાજી ટ્રાન્સપ્લાન્ટર કેવી રીતે ઉપયોગી છે?

શાકભાજીની ખેતીમાં શાકભાજી ટ્રાન્સપ્લાન્ટર કેવી રીતે ઉપયોગી છે?

 | 8:00 am IST

શાકભાજી ટ્રાન્સપ્લાન્ટર મશીનમાં ચાલક માટેની બેઠક, ધરું રાખવા માટેની ટ્રે, પીકર ફિંગર ગાઈડ ટનલ, ફરો ઓપનર, ચાસ દબાવવા માટેના પૈડાં અને પીકર વ્હીલ જેવું મિટરિંગ મિકેનિઝમ હોય છે. પિકિંગ ફોર્ક સાથે સ્પ્રિંગથી જોડાયેલું રબર ફલેપર જે ટનલમાંથી પસાર થાય ત્યારે ખુલે છે અને જગ્યા થાય ત્યારે બંધ થાય છે.

દરેક હાર માટે એક એક વ્યક્તિ જરૂરી છે. ત્રાંસા પૈડાં માટીને કુમળાં છોડની આજુબાજુ દબાવવાનું કામ કરે છે. કુમળાં છોડ જયારે ચાસમાં કે ફરોમાં મૂકવામાં આવે ત્યારે રબર ફ્લેપર પાછા ટનલનાં અંત પર ખુલે છે.

શાકભાજી ટ્રાન્સપ્લાન્ટર રીંગણ, ફૂલગોબી, મરચાં, ટામેટાં વગેરેનાં છોડના પુનઃ રોપણ માટે ઉપયોગી છે. શાકભાજી એકસરખા અંતરે ૧થી ૨ ચીપા સાથે રોપાય છે. ધરુંનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે. જમીન વિસ્તારનો મહત્તમ ઉપયોગ થવાથી ઉત્પાદન વધે અને ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે. શાકભાજી રોપવાની કામગીરી એકસાથે બહોળા પ્રમાણમાં કરવાની હોઈ, ખેત મજૂરનો પ્રશ્ર નિવારી શકાય છે. શાકભાજી રોપવામાં ઝડપ થાય અને આ કાર્ય પાછળનો ખર્ચ ઘટાડી, બે હાર અને બે છોડ વચ્ચેનું અંતર જાળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન