How will your 14th February 2020 Valentine's Day know, good or bad, according to zodiac sign ?
  • Home
  • Astrology
  • કેવો રહેશે તમારો વેલેન્ટાઇન ડે, જાણો 12 રાશિના જાતકો રાશિ મુજબ, સારો કે ખરાબ ?

કેવો રહેશે તમારો વેલેન્ટાઇન ડે, જાણો 12 રાશિના જાતકો રાશિ મુજબ, સારો કે ખરાબ ?

 | 2:44 pm IST

તમને દરેક લોકોને ખબર છે કે ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહીનો કહેવામાં આવે છે આ મહિનામાં દર વર્ષે વેલેન્ટાઇન ડે મનવવામાં આવે છે. દર વર્ષે વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે અને આ દિવસે પ્રેમી પંખીડા એકબીજાની સાથે સમય પસાર કરે છે. હવે તો આવો જોઇએ રાશિ પ્રમાણે જોઇએ કેવો રહેશે તમારો વેલેન્ટાઇન ડે…

મેષ

તમારા માટે આવનાર વેલેન્ટાઇન ડે કઇક ખાસ ઉત્સાહલ લઇને આવી રહ્યો નથી આ વેલેન્ટાઇન ડે પર તમારે તમારા પાર્ટનરની સાથે ઝઘડો થઇ શકે છે.

વૃષભ

આ રાશિના જાતકો માટે વેલેન્ટાઇન ડે ચર્ચાથી ભરેલો રહી શકે છે. ધ્યાન રહે કે તમે કોશિશ કરો કે કોઇ ચર્ચામાં ન પડો અને મનની વાત જાણવાની કોશિશ કરો.

મિથુન

આ રાશિ માટે વેલેન્ટાઇન ડેનો દિવસ ખાસ હોય છે. બન્નેનો પ્રેમ વધશે, તેની સાથે જ આ દિવસ બન્ને એકબીજાથી કોઇ ગિફ્ટ મળી શકે છે.

કર્ક

આ રાશિના લોકો લોન્ગ ડ્રાઇવ પર જઇ શકે છે અને પાર્ટનર સાથે મોજ મસ્તીના દિવસ પસાર કરી શકે છે.

સિંહ

આ રાશિના લોકોને વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમ વ્યક્ત કરતા પહેલા એક વખત વિચારી લેવું જોઇએ બની શકે છે કે ના પણ કહી શકે છે.

કન્યા – આ વર્ષે તમારો વેલેન્ટાઇન ડે ખૂબ વિશેષ રહેવાનો છે આ દિવસ પ્રેમ માટે શુભ છે. તમે તમારા પ્રેમી અથવા પ્રેમિકાના સાથે હોઇ શકો છો.

તુલા – આ વર્ષનો વેલેન્ટાઇન ડે તમારા માટે વ્યસ્તતાથી ભરપુર બનશે. આ કારણોસર તમે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી શકશો નહીં.

વૃશ્વિક

આ વર્ષે વેલેન્ટાઇન ડે તમારા માટે ભાવૂક હશે પરંતુ ભાવૂક થઇને કોઇ ખોટો નિર્ણય ન લેશો. સતર્ક રહો. દિવસ સામાન્ય જ રહેવાનો છે.

ધન

આ વર્ષે વેલેન્ટાઇન ડે પર પરિસ્થિતિઓ એવી હશે કે તમે તમારા લવરને ન ઇચ્છકા હોવા છતા પણ પ્રેમ વ્યક્ત કરવો પડી શકે છે.

મકર

આ વર્ષે વેલેન્ટાઇન ડે સામાન્ય રહેશે, જલ્દી નિર્ણય ન લો. કંઈ ખાસ થશે નહીં.

કુંભ

વેલેન્ટાઇન ડે આ સમય તમારા માટે ખૂબ ખાસ રહેવાનો છે, પ્રેમની વાત થશે અને તમારો દિવસ તમારા પ્રેમી સાથે પસાર થશે.

મીન

વેલેન્ટાઇન ડે આ રાશિ માટે પ્રેમ અને રોમાંસથી ભરેલો છે, તમે હૃદયની વાતો શેર કરી શકો છો. ખૂબ સારો દિવસ રહેશે.

આ પણ જુઓ : દિનેશ બાંભણિયાના સરકાર પર પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન