How will your life be blessed by Kapuri Pan Know her
  • Home
  • Featured
  • કપુરી પાન થકી પણ તમે જીવનનું મંગળ કરી શકો, જાણો ખાસ વાત શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પાસેથી

કપુરી પાન થકી પણ તમે જીવનનું મંગળ કરી શકો, જાણો ખાસ વાત શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પાસેથી

 | 9:35 am IST

આજે છે મહા વદ પાંચમ અને ગુરુવાર. જેને ગુરુ તરીકે પ્રાચીન કાળથી પૂજાય છે એવા સાંઈ બાબા અને રામદેવ પીરને યાદ કરવાનો દિવસ. શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણીશુ કપુરી પાનના પ્રયોગથી કેવી રીતે આપના જીવનમાં થશે શુભત્વનું આગમન. જેની દ્રષ્ટિમાં તમામ ધર્મ અને જાતિના લોકો એક સમાન છે. જેણે સામાજિક કુરિવાજો સામે બંડ પોકાર્યુ હતુ એવા સાંઈ બાબાના આમ તો અનેક મંદિરો ગુજરાતમાં આવેલા છે. પરંતુ વલસાડના ધરમપુરનું સાંઈ મંદિર અનન્ય મહત્વ ધરાવે છે.

રામદેવ પીરને ભગવાન દ્વારિકાધીશનો અવતાર પણ મનાય છે. તેથી જ તો રાજસ્થાન અને ગુજરાતમાં તેમના અનેક મંદિરો આવેલા છે..રામાપીરનું નામ જે ભક્ત સાચા મનથી ભજે છે તેની તમામ કામના સાકાર થાય છે. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેના જીવનમાં સદા શુભત્વ અને સમૃદ્ધિ બની રહે. એ જ સંદર્ભમાં આજની ખાસ વાત જાણીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

શાસ્ત્રોમાં તો કપુરના પાનથી તોરણ બાંધવાનું માર્ગદર્શન પણ અપાયુ છે. પરંતુ તેની પાછળ શુ કારણ છે. કપુરી પાન દ્વારા આપના જીવનનું કેવી રીતે મંગળ થશે, આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન