Howdy Modi Event In Houston, Donald Trump Hints Some Announcement
  • Home
  • Featured
  • PM મોદી સાથેની મહારેલીને લઈને ઉત્સાહિત ટ્રમ્પ કરી શકે છે મોટી જાહેરાત, આપ્યા સંકેત

PM મોદી સાથેની મહારેલીને લઈને ઉત્સાહિત ટ્રમ્પ કરી શકે છે મોટી જાહેરાત, આપ્યા સંકેત

 | 2:14 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ રવિવારે ‘હાઈડી મોદી’ ઈવેન્ટમાં એક સાથે એક જ સ્ટેજ પર જોવા મળશે. બંને શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની આ મુલાકાતને લઈને દુનિયાભરના લોકો આ મુલાકાતનો ભારે ઈંતેજાર કરી રહ્યાં છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે મહત્વના સંકેત મળ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપતા કહ્યું છે કે, તેઓ હ્યૂસ્ટનમાં આયોજીત થનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના કાર્યક્રમમાં મહત્વની જાહેરાત કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આગામી સમયમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાગ લેવા અમેરિકા જવાના છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત 7 દિવસની રહેશે. જેને લઈને વ્હાઈટ હાઉસે જાહેરાત કરી છે કે, બંને દેશોના ઘનીષ્ઠ સંબંધો પ્રત્યે પોતાનો વિશેષ ભાવ પ્રદર્શિત કરવા માટે 22 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીની મેગા રેલીમાં ટ્રમ્પ પણ હાજર રહેશે. અમેરિકાના ઈતિહાસમાં આમ પહેલીવાર બની રહ્યું છે કે, મોદી અને ટ્રમ્પ એક જ સ્ટેજ પર હાજર રહેશે. ત્રણ જ મહિનાની અંદર આ બંને શક્તિશાળી નેતાઓની આ ત્રીજી મુલાકાત છે.

આ અંગે કેલિફોર્નિયાથી વોશિંગ્ટન ડીસી પરત જઈ રહેલા ટ્રમ્પે મહત્વના સંકેત આપતા કહ્યું હતું કે, કંઈ પણ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથે મારા ખુબ જ સારા સંબંધો છે. જોકે તેમણે શું જાહેર કરી શકે છે તેને લઈને કોઈ જ જાણકારી આપી નથી.

અહેવાલ પ્રમાણે હ્યૂસ્ટનમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા બંને દેશોના અધિકારીઓ એક ટ્રેડ ડિલને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

મોદીના આ કાર્યક્રમમાં 50 હજારથી પણ વધારે લોકો હાજર રહેશે. આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, મારા જવાનીએ જાહેરાત બાદ લોકોની ભીડ વધી છે. જોકે મોદી માટે પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના છે. મારો અનુંભવ છે કે, આ ભીડ હજી પણ વધી શકે છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન