Howdy PM Modi-Modi, Address in Houston on 22nd September
  • Home
  • Featured
  • ફરી એકવાર અમેરિકામાં ગુંજશે મોદી-મોદી, ફૂટબોલનું આખુ વિશાળ સ્ટેડિયમ થયુ બુક

ફરી એકવાર અમેરિકામાં ગુંજશે મોદી-મોદી, ફૂટબોલનું આખુ વિશાળ સ્ટેડિયમ થયુ બુક

 | 7:22 pm IST

અમેરિકામાં ફરી એકવાર મોદી-મોદી ગુંજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં અધધ 40 હજાર લોકોને નોંધણી કરાવી દીધી છે. આ કાર્યક્રમ ટેક્ષાસ ઈન્ડિયા ફોરમ તરફથી 22 સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવશે.

આ વિશાલ સ્ટેડિયમ ફૂટબોલની મેચો માટે જાણીતું છે. જેની ક્ષમતા 50 હજાર દર્શકોની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 1000 વોલેન્ટિયર્સ અને 650 સંગઠનો કાર્યરત બન્યા છે.

આ કાર્યક્રમ યોજાવવાને આડે હજી ઘણા દિવસો છે, જેથી અનુમાન છે કે 50 હજાર લોકો જરૂરથી આવશે. મહત્વની વાત એ છે કે, આ કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈ પૈસા લેવામાં આવતા નથી. માત્ર તેના માટે પાસ અનિવાર્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 23મી સપ્ટેમ્બર વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસભાની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા જશે. આ દરમિયાન 22 સપ્ટેમ્બરે હાઉડી, મોદી સમ્મેલન યોજવાની યોજના ટેક્સાસ ઈન્ડિયા ફોરમે બનાવી છે.

હાઉડીનું સંક્ષીપ્ત નામ ‘હાઉ ડૂ યુ ડૂ’ છે. જેનો અર્થ થાય છે – તમે કેમ છો. આ સમ્મેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આ અગાઉ વર્ષ 20144માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જોરદાર જલવો અમેરિકાના મેડિશન સ્ક્વેર પર દુનિયાએ નિહાળ્યો હતો. તે દરમિયાન પણ તેમણે હજારોની સંખ્યામાં લોકોને સંબોધિત કર્યા હતાં. હવે ફરી એકવાર અમેરિકામાં મોદી મોદી ગુંજશે.

આ વીડિયો પણ જુઓ

બોપલમાં પાણીની ટાંકી ધરાશાયીના CCTV આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન