hrithik roshan and tiger shroff film war teaser out now
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋતિક અને ટાઈગર વચ્ચેનું ‘WAR’ જોઈ તમારી આંખ એક મિનિટ સુધી પલકારો નહીં મારે

ઋતિક અને ટાઈગર વચ્ચેનું ‘WAR’ જોઈ તમારી આંખ એક મિનિટ સુધી પલકારો નહીં મારે

 | 12:08 pm IST

બોલિવૂડનાં સૌથી મોટા એક્શન હિરોમાં જેનુ નામ લેવાય એવા ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ એક જ પર્દા પર જોવા મળી રહ્યાં છે. બંન્ને સાથેે જે ફિલ્મમાં જોવા મળવાનાં છે એ વોર ફિલ્મનું ટીઝર આવી ચૂક્યું છે. એક્શન સિવાય ટીઝરમાં કઈ જોવા નથી મળી રહ્યું. ટાઈગર અને ઋતિક એકબીજાનાં ઓપોઝીટ રોલમાં જોવા મળી રહ્યાં છે. બંન્ને વચ્ચે જોરદાર ફાઈટ બતાવવામાં આવી છે.

આ પહેલા ટાઈગરે એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યાં હતા. ત્યારે ફિલ્મ વિશે વાત કરતા ટાઈગરે કહ્યું કે, આ ફિલ્મમાં હું એકલ ભુમિકામાં છુ, હિરો છું કે ટીમ સાથે છું એ બધુ સ્ક્રિપ્ટ પર આધારિત છે. પરંતુ એટલું જ કહીશ કે ઋતિક સર સાથે કામ કરવું એ મારા માટો મોટી વાત છે.

અભિનેતા આગળ કહે છે કે, આ રીતનું સંયોજન કરવું એ દુર્લભ વાત છે. કે જે આપણી ક્ષમતાને ઉજાગર કરવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ એક્શન ફિલ્મ છે અને બંન્ને એક્શન હિરોને આ મુવી માટે સિકેલ્ટ કરવામાં આવ્યાં છે. 2 ઓક્ટોમ્બરે આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન