hrithik roshan grandfather famous film director om prakash passes away
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ પર મોતની છાયાં, કેટલાયને સુપર સ્ટાર બનાવનાર માણસે લીધો છેલ્લો શ્વાસ

બોલિવૂડ પર મોતની છાયાં, કેટલાયને સુપર સ્ટાર બનાવનાર માણસે લીધો છેલ્લો શ્વાસ

 | 2:45 pm IST

બોલિવૂડમાં આયા સાવન ઝુમ કે, આપ કી કસમ, અને આઈ મિલન કી બેલા જેવી યાદગાર અને બ્લોકબ્લાસ્ટર ફિલ્મ જેણે આપી એવાં મશહુર ડાયરેક્ટર જે ઓમ પ્રકાશનું નિધન થયું છે. બોલિવૂડને આ માણસે ઘણા સુપરસ્ટાર્સ આપ્યાં છે. ઋતિક રોશનનાં તે નાના થતા હતા. 93 વર્ષની ઉમરે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. ફિલ્મનો હીરો પરાશરે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, એક કલાક પહેલા મારા સૌથી વ્હાલા અંકલ જે ઓમ પ્રકાશનું નિધન થયું છે. ભારતીય સિનેમામાં તેનું યોગદાન એક ઉપહાર છે કે જે આપણી પાસે છોડી ગયા. તે ઘણા સમયથી બિમાર હતા. આ ઘટનાં પછી બોલિવૂડમાં દુખની ઘડી છે. ઘણા સેલેબ્સ ત્યાં પહોંચ્યા હતા. અમિતાભ અને ધરમેદ્ર પણ સવારમાં ત્યાં પહોચ્યાં હતા.

જે ઓમ પ્રકાશે કેટલીય ફિલ્મો આપી છે. પ્રેમની વાત હોય કે સ્ટંટની બધી પ્રકારની ફિલ્મો તે હિટ કરવાનું જાણતા હતા. તેનાં મોતની ખબર સાંભળીને બોલિવૂડ પર દુખનો પહાડ ખડકાય ગયો છે. અમુક વીડિયો પણ બહાર આવ્યાં છે.

આ વીડિયો પણ જુઓ: બેમિસાલ સુષ્મા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન