'મોહેન્જો દરો'માં હૃતિકની ત્રણ કિસ, છતાં સેન્સર બોર્ડે એક પણ કટ વિના કરી દીધી પાસ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મોહેન્જો દરો’માં હૃતિકની ત્રણ કિસ, છતાં સેન્સર બોર્ડે એક પણ કટ વિના કરી દીધી પાસ

‘મોહેન્જો દરો’માં હૃતિકની ત્રણ કિસ, છતાં સેન્સર બોર્ડે એક પણ કટ વિના કરી દીધી પાસ

 | 11:43 am IST

હૃતિક રોશનની ‘મોહેન્જો દરો’માં ખૂબ જ ઉત્કટ ત્રણ કિસનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સેન્સર ર્બોડે એ ફિલ્મને કોઈ પણ કટ વિના પાસ કરી દીધી છે. અગાઉ સેન્સર ર્બોડે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ‘તમાશા’માં દર્શાવવામાં આવેલી કિસને ટૂંકાવવા માટે કહ્યું હતું તો ‘દો લફ્ઝોં કી કહાની’માં રણદીપ હૂડા અને કાજલ અગ્રવાલની કિસને પણ ટૂંકાવી દીધી હતી.

જોકે સેન્સર ર્બોડે હૃતિકની કિસને કોઈ પણ કટ વિના પાસ કરી દીધી છે. એ વિશે હૃતિક કહે છે, ‘સાચું કહું તો આ ફિલ્મમાં એક પણ દ્રશ્યને કાઢવાનું કહેવામાં આવશે એવી મેં આશા નહોતી રાખી અને મેં જેવું વિચાર્યુ હતું એવું જ થયું. જ્યાં સુધી ફિલ્મમાં કિસની વાત છે તો એ દ્રશ્યને અમે ખૂબ જ પ્રેમપૂર્વક શૂટ કર્યુ હતું. એમાં કોઈ પ્રકારની વલ્ગારિટી નથી એથી એમાં કોઈ કટ કરવામાં ન આવ્યું હોય એવું બની શકે.’

તમને જણાવી દઇએ કે, ‘મોહેન્જો દરો’માં હૃતિક રોશનની સાથે કામ કરી રહેલી પૂજા હેગડે તેને પોતાનો ગોડફાધર માની રહી છે. હૃતિક વિશે જણાવતાં પૂજા કહે છે, ‘મેં હૃતિકને હંમેશાં એક મિત્ર અને સલાહકાર તરીકે જોયો છે. મારી લાઇફમાં કોઈ ગોડફાધર ન હતો, પરંતુ ભગવાન હંમેશાં યોગ્ય સમયે મારા માટે કોઈકને મોકલી આપે છે. તે મારા માટે ખૂબ મદદરૂપ રહ્યો છે. તેની સાથે થોડા સમય કામ કર્યા બાદ તમે તેના લુકને ભૂલીને હૃતિકને જોઈ શકો છો. ત્યાર બાદ તેનાથી તમને કોઈ ડર નહીં લાગે.’