રિતિક રોશન ફરીથી ઘોડી ચડશે? - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS

રિતિક રોશન ફરીથી ઘોડી ચડશે?

 | 4:08 am IST

વેલ સુઝાન ખાન સાથેના સંબંધનો અંત આણ્યા બાદ રિતિકનું નામ કંગના સાથે ચર્ચાયંુ હતું, જોકે આ બંનેના સંબંધ જેટલો સમય નહીં ટક્યા હોય તેનાથી વધારે તેમની વચ્ચે ઝઘડો ચાલ્યો હતો, કંગનાએ રિતિકને નીચો પાડવામાં કોઇ કસર નહોતી છોડી. તો પહેલા આ અંગે શાંતિ જાળવતા રિતિકે પણ બાદમાં કંગનાના આકરા પ્રહારોના જવાબ આપવાની શરૂઆત કરી અને આમ બંને વચ્ચેનો ઝઘડો વકરી ગયો હતો. હવે સમાચાર આવી રહ્યાં છે કે રિતિક ફરીથી પરણવાનો છે. જોકે રિતિકના ફેન્સે ગભરાવવાની જરૂર નથી કારણ કે રિતિક કંગના સાથે તો નથી જ લગ્ન કરી રહ્યો. કે ન તો તે બીજી કોઇ છોકરી છે. અરે યામી ગૌતમ પણ નથી જ. સુઝાન સાથે છુટાછેડા બાદ કંગના સાથેના સંબંધ માટે કદાચ રિતિક હજી પસ્તાવો કરતો હશે, પરંતુ હાલના સમાચાર એવા છે કે રિતિક ફરીથી બીજી કોઇ છોકરી સાથે નહીં પણ ફરીથી સુઝાન સાથે જ પરણવાનું વિચારી રહ્યો છે. વેલ આ લગ્ન ભારતમાં નહીં થાય, વિદેશમાં શાંતિથી આ લગ્ન કરવામાં આવશે. રિતિકથી છુટા પડયા બાદ પણ સુઝાન હંમેશાં તેની સાથે હળતી-મળતી જોવા મળી છે. તો રિતિક પણ અવારનવાર સુઝાન સાથે દેખાયો છે, એટલું જ નહીં કંગના સાથેની કોન્ટ્રોવર્સીમાં પણ સુઝાને રિતિકનો સાથ આપ્યો હતો. વળી રોશન પરિવારના તમામ પ્રસંગમાં સુઝાન ઘરના સભ્યની જેમ જ હાજર રહે છે તો આ કપલ ફરીથી એકબીજા સાથે પરણે એમાં કોઇ નવીન વાત નથી.