Hrithik Roshan Says 'Beautiful and Hot' Katrina Kaif is a 'Labourer'
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાહેરમાં ઋતિક રોશનની જીભ લપસી! કહ્યું ‘કેટરિના માત્ર બહારથી હોટ અને સુંદર છે અંદરથી તો…’

જાહેરમાં ઋતિક રોશનની જીભ લપસી! કહ્યું ‘કેટરિના માત્ર બહારથી હોટ અને સુંદર છે અંદરથી તો…’

 | 3:33 pm IST

ઋતિક રોશન આ દિવસોમાં પોતાની ફિલ્મ વોરનાં પ્રમોશનમાં લાગેલો છે અને અને કેટરિના પણ તેનાં કામમાં વ્યસ્ત છે. બોલિવૂડની આ જોડીએ બેંગ બેંગ અને જિંદગી ના મિલેગી દોબારા જેવી હિટ ફિલ્મો આપી છે. પરંતુ હવે ઋતિકે કેટરિના વિશે એક જબરદસ્ત વાત કહી અને જે ચર્ચાનો વિષય બની ગયો છે. ઋતિકે કેટરિનાને માત્ર બહારથી સુંદર અને અંદરથી મજદુર છે એવું કહ્યું.

બન્યું એવું કે કેટરિના અને ઋતિક શુક્રવારે એક ઈવેન્ટનો ભાગ બન્યા હતા. કેટરિના ત્યા હાજર જ હતી અને ઋતિક વીડિયો કોલ દ્વારા ઈવેન્ટનો ભાગ બન્યો હતો. એવામાં પોતાની કોસ્ટાર કેટરિના વિશે બોલતા ઋતિકે કહ્યું કે, હું અવાર નવાર કેટરિના વિશે આ વાત કરૂ છું અને તે પોતે આ વાતને બેઈજ્જતી માની લે છે. પરંતુ હું આ વાત એના વખાણ અને સન્માનની રીતે કહું છું. હું કેટરિનાને એક મજદુર કહું છું. તે આપણી વચ્ચે એક સારા કર્મચારી જેવી છે.

ઋતિકે આગળ કહ્યું કે, તે માત્ર બહારથી જ હોટ અને એટલી સુંદર છે, પરંતુ અંદરથી તો ક્યાંય ને ક્યાંક તે એક મજદુર જેવી છે. તે અંદરથી એક એવી શખ્સ છે કે જે પોતાના કામ માટે તનતોડ મહેનત કરે છે. ઋતિકે કહ્યું કે તે એટલી જોરદાર મહેનત કરે છે કે મારા માટે કામ આસાન થઈ જાય છે.

આ વીડિયો પણ જુઓ: ભાદરવી પૂનમના મહામેળાનું CM રૂપાણી કરશે ઉદ્ધાટન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન