Hrithik Roshan Sister boyfriend Ruhail Amin talk about matter
  • Home
  • Entertainment
  • Bollywood
  • સામે આવ્યો ઋતિક રોશનની બહેન સુનૈનાનો બોયફ્રેન્ડ, કર્યા સનસનાટીપૂર્ણ ખુલાસા

સામે આવ્યો ઋતિક રોશનની બહેન સુનૈનાનો બોયફ્રેન્ડ, કર્યા સનસનાટીપૂર્ણ ખુલાસા

 | 11:24 pm IST

બોલિવૂડ એક્ટર ઋતિક રોશનની બહેન સુનૈના રોશને થોડા દિવસ પહેલા પૂરા રોશન પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સુનૈનાએ કહ્યું હતું કે પરિવારે તેનું જીવન નરક બનાવ્યું છે. ઉપરાંત તેને એક મુસ્લિમ બોયફ્રેન્ડ હોવાની વાત પણ કહી હતી. જેને પરિવારે સ્વીકાર્યો નથી. મીડિયા સૂત્રો મુજબ સુનૈનાએ થોડા દિવસ પહેલા એક ખાનગી મીડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેનો એક મુસ્લિમ બોયફ્રેન્ડ છે અને બન્ને લગ્ન કરવા માંગે છે. પરંતુ જ્યારે આ વાત પિતાને કહી તો પિતાએ સુનૈનાને લાફો ઝીંકી દીધો અને વિરોધ કર્યો. જોકે સુનૈનાના નિવેદન બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગઈ છે. ત્યારે હવે સુનૈનાનો આ બોયફ્રેન્ડ સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુનૈના રોશનના બોયફેન્ડનું નામ રુહેલ અમીન છે. જેને એક ખાનગી મીડિયા સાથે આ મુદ્દે વાતચીત કરી છે. સૂત્રો મુજબ અમીને કહ્યું કે,‘આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. ચરમપંથી બતાવું કારણ કે તે કોઈ વિશિષ્ઠ ધર્મથી આવે છે. કોઈ ઓળખના કારણે તેને આતંકવાદી કહી દેવું અસ્વીકાર્ય છે. આ ઘણું અપમાનજનક છે અને આની ઘણી ટીકા હોવી જોઈએ.’ ઉપરાંત રુહેલ કહ્યું કે,‘તેમને અમારી મિત્રતાને સ્વીકારી નથી. મને જાણ થઈ છે કે અમારી મિત્રતા સામે આવ્યા બાદ તેના પરિવારે તેની ચારેકોર સુરક્ષા વર્તુળ બનાવ્યું છે.’

રેહુલે કહ્યું કે,‘તે પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા માંગે છે અને ઇચ્છે કે તેનો પરિવાર આ વાતને સપોર્ટ કરે.’ આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુનૈનાએ અમુક ટ્વીટ કરી હતી. જેને લઈ અટકળોનો માહોલ ગરમાયો હતો. સૂત્રો પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે આ વિશે સુનૈનાએ કંગના રનૌતથી મદદની માગ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન