NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • હૃતિકે એક્સ પત્ની સુઝાન માટે કર્યું એ કામ જે ડિવોર્સ પછી ક્યારેય ન કરે કોઈ પતિ

હૃતિકે એક્સ પત્ની સુઝાન માટે કર્યું એ કામ જે ડિવોર્સ પછી ક્યારેય ન કરે કોઈ પતિ

 | 8:15 pm IST

પત્ની સુઝાન ખાન સાથે 2014માં ડિવોર્સ લીધા પછી હૃતિક રોશને હાલમાં એક્સ પત્ની અને બાળકો રિહાન અને રિદાન માટે મુંબઇમાં એક નવા એપાર્ટમેન્ટની ખરીદી કરી છે. આ એપાર્ટમેન્ટ અપર જુહુ વિસ્તારમાં છે. જે તેના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે છે. આ મકાન હૃતિકના ઘરની નજીક છે તેમજ સુઝાનના માતા-પિતા પણ નજીકના વિસ્તારમાં જ રહે છે. નોંધનીય છે કે પતિથી અલગ થયા બાદ સુઝાન અંધેરીમાં એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. જોકે, હવે તે ટૂંક સમયમાં જ બાળકો સાથે નવા ઘરમાં શિફ્ટ થશે.

20 ડિસેમ્બર, 2000ના રોજ હૃતિક અને સુઝાનના લગ્ન બેંગ્લુરુ ખાતે થયા હતાં. આ લગ્ન પછી તેમના ઘરે સંતાનોમાં દીકરા રિહાન અને રિદાનનો જન્મ થયો હતો. આશરે 14 વર્ષ સાથે રહ્યા પછી બન્નેએ 2013ના ડિસેમ્બરમાં અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ પછી નવેમ્બર 2014માં તેમના ડિવોર્સ થયા હતાં.

જોકે ડિવોર્સ પછી હૃતિક અને સુઝાન પોતાના બાળકો સાથે ઘણીવાર સાથે જોવા મળ્યાં હતા. જોકે, આ પછી એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં સુઝાને સ્પષ્ટ કર્યું હતું કે હું અને હૃતિક એક સારા પેરેન્ટ્સ છીએ અને અમારી ફરજ છે કે અમે બાળકોનો ઉછેર સારી રીતે કરીએ. આથી જો અમે સાથે લંચ કરીએ છીએ તો એનો મતલબ એ નહીં કે અમે સાથે હોલિડે એન્જોય કરી રહ્યા છે.