HTC એ ભારતમાં લોન્ચ કર્યો પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ફીચર - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • HTC એ ભારતમાં લોન્ચ કર્યો પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ફીચર

HTC એ ભારતમાં લોન્ચ કર્યો પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન, જાણો તેની કિંમત અને ફીચર

 | 6:37 pm IST

તાઈવાનની કંપની HTC એ પહેલો એઝ ટૂ એઝ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન U11+ ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ સ્માર્ટફોનને ગ્રાહકો ફ્લિપકાર્ડ પરથી ખરીદી શકે છે. શરૂઆતમાં U11+ને સિલ્વર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

HTC U11+ની કિંમત ભારતમાં 56,990 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં આ સ્માર્ટફોન Samsung Galaxy S8 અને Apple iPhone 8 જેવા સ્માર્ટફોનને ટક્કર આપશે. સિલ્વર કલર ઓપ્શન પછી જલ્દી આ સ્માર્ટફોનને સિરામિક બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે.

સ્પેસેફિકેશનની વાત કરીએ તો U11+ માં 18:9 રેશિયોની સાથે 6 ઈંચ ક્વોડ HD+ સુપર LCD (1440×2880 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં
આવી છે. સાથે પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4GB/6GB રેમની સાથે 2.45GHz સ્પીડ વાળો ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આઉટ ઓફ ધ બોક્સ આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો બેઝ HTC Sense UI પર ચાલશે.

કેમેરા સેક્શનની વાત કરીએ તો HTC U11+ડ્યુઅલ LED ફ્લેશ, f/1.7 અપર્ચર, ઓટોફોકસ, BSI સેન્સર અને OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબ્લાઈઝેશન) ની સાથે 12 મેગાપિક્સલ અલ્ટ્રા પિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેનાં ફ્રંટમાં BSI સેન્સર અને f/2.0 અપર્ચરની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો સેલ્ફી માટે આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટ 4K વીડિયો રકોર્ડિંગ સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનની ઈન્ટરનલ મેમરી 64GB/128GB છે.

HTC U11+માં ક્વિકચાર્જ 3.0 સપોર્ટની સાથે 3930mAhની બેટરી આપવામાં આવી છે. તેમજ ક્નેક્ટિવિટી તરીકે તેમાં USB Type-C 3.1, Bluetooth 5.0, Wi-Fi 802.11 a/b/g/n/ac, NFC, DLNA અને Miracast છે. ગ્રાહકોને ફિંગરપ્રિંટ સ્કેનર સ્માર્ટફોના બેકમાં મળશે આ સ્માર્ટફોન IP68 સર્ટિફિકેશન પ્રાપ્ત છે. એટલે કે વોટર અને ડસ્ટ રેસિસ્ટેન્ટ છે.