News @06 PM: રાજસ્થાન-MPમાં CMને લઇ કૉંગ્રેસનું મહામંથનથી લઇ મહત્વના સમાચાર એક ક્લિકે - Sandesh
  • Home
  • Gujarat
  • News @06 PM: રાજસ્થાન-MPમાં CMને લઇ કૉંગ્રેસનું મહામંથનથી લઇ મહત્વના સમાચાર એક ક્લિકે

News @06 PM: રાજસ્થાન-MPમાં CMને લઇ કૉંગ્રેસનું મહામંથનથી લઇ મહત્વના સમાચાર એક ક્લિકે

 | 5:58 pm IST

વધુ વાંચવા કરો ક્લિક-1: CM બનવાની રેસમાં પાયલટથી આગળ નિકળ્યાં ગહેલોત, આ બાબતો રહી મહત્વપૂર્ણ

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય લડાઈ કોંગ્રેસે લગભગ લગભગ સાધી લીધી છે. મુખ્યમંત્રી પદની દાવેદારીને લઈને લાંબી રસ્સાકસી વચ્ચે અશોક ગહેલોત સચિન પાયલટ પર ભારે પડી રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાહુલ ગાંધીએ સિંધિયાનું પત્તુ કાપી કેમ કમલનાથ પર ઢોળ્યો કળશ, આ રહ્યા કારણો

બે દિવસના મંથન બાદ આખરે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નામ નક્કી થઇ ગયું છે. અનુભવી કમલનાથ મધ્યપ્દેશની કમાન સંભાળશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફથી કમલનાથના નામ પર મ્હોર લાગી ચૂકી છે અને માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: મધ્ય પ્રદેશના CMના નામ પરથી ઉઠ્યો પડદો, રાહુલ ગાંધીએ મારી મંજૂરીની મ્હોર

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીને લઈને ગુંચવાયેલું કોકડું ઉલેકાઈ ગયું છે. મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ લગભગ નક્કી કરી લેવામાંં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના પીઢ નેતા કમલનાથ પર મંજુરીની મહોર મારી દીધી હોવાનું સૂત્રોનું કહેવું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: યુદ્ધમાં ગુમાવ્યું ગુપ્તાંગ, ભારતીય તબિબોએ કરી બતાવી કમાલ

યુદ્ધમાં ઘાયલ થયેલા યમનના 45 વર્ષીય નાગરિકના પ્રાઈવેટ પાર્ટની સફળતાપૂર્વક સજરી કરવામાં આવી છે. યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં આ વ્યક્તિનું ગુપ્તાંગ કપાઈને અલગ થઈ ગયું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-5: 22 કરોડનો ધુમાડો છતાં ભાવનગરની હાલત બદથી બદતર

ભાવનગર મહાનગર પાલિકા સોલીડ વેસ્ટ વિભાગ પાછળ જ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતા પરિણામ મળતુ નથી ! ચાલુ વર્ષના નાણાકિય વર્ષમાં છેલ્લા સાત વર્ષમાં જ પગાર, પરચૂરણ ખર્ચાઓ પાછળ અધધ… રૂપિયા 22.16 કરોડનો ખર્ચ મહાપાલિકાની તિજોરીમાંથી થયો છે, છતા લોકોને સફાઈ બાબતે સંતોષ આપવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યુ છે

વધુ વાંચવા કરો ક્લિક-6: આઇકોનિક કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી પસાર થતાં ચેતજો, જો જો ધડામ ના થાવ

ભરૂચ પાસે નર્મદા નદી પર 1344 મીટર લાંબો અને રૂપિયા 379 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલો કેબલ સ્ટેઇજ બ્રિજ ટ્રાફિકનાં ભારણને દૂર કરવામાં મહત્વનો સાબિત થયો છે. જોકે, રાત્રીના સમયે વાહન ચાલકો માટે જોખમ ઊભું કરે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-7: લગ્નનાં સાત ફેરા ફરતા પહેલા જ કપિલે કહ્યું- ‘લગ્ન કરવા છે કે ભાગી જઉં’

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા અને તેની ગર્લફ્રેંડ ગિન્ની ચતરથના લગ્ન થઇ ગયા છે. બંન્નેના લગ્ન જાલંધરમાં થયા. બંન્નેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ વાયરલ થઇ ગયા.

વધુ વાંચવા કરો ક્લિક-8: Video: એવું તો શું છે આ ભોજપુરી ગીતમાં કે કરોડો લોકો જોઇ રહ્યા છે Online

ભોજપુરી ફિલ્મ ‘સત્યા’નું ગીત ‘લુલિયા કા માંગેલે’ યૂટ્યૂબ પર તાબડતોડ વ્યૂ એકત્રિત કરી રહ્યું છે. ફિલ્મના આ પસંદગીભર્યા ગીતને પોતે પવન સિંહે પોતાનો સ્વર આપ્યો છે. આવામાં જો આ ગીતના યૂટ્યૂબ વ્યૂની વાત કરીએ તો આ ગીત અત્યાર સુધીમાં 67,846,742 વખત જોવામાં આવ્યું છે. જે 6 કરોડ 77 લાખથી પણ વધુ છે. તમને જણાવી દઇએ કે, આ નંબર સતત બદલાઇ રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: એક શોનાં પ્રમોશન દરમિયાન તેણે મારી છાતી પર હાથ મૂક્યો અને પછી…

‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં દાદીની ભૂમિકામાં નજર આવનાર કોમેડિયન અને એક્ટર અલી અસગર પોતાના આગામી શો ‘કાનપુર વાલે ખુરાનાજ’ને લઇ ખુબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન અલી સાથે એક એવી અપ્રિય ઘટના ઘટી કે જેની કહાની તેમને પોતે જણાવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: INDVsAUS: પર્થની પિચને લઈને કોહલીનો હુંકાર, કહ્યું- અમે ઘાસથી ડરીશું નહી

એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ,ઈંગ્લેન્ડની પિચો ભારતીય બેટ્સમેનો માટે કબ્રસ્તાન ગણાતી હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની પર્થની પિચ તો કંઇક વધારે જ ખતરનાક ગણાતી હતી. જોકે, હવે સમય બદલાઈ ચૂક્યો છે અને ભારતીય કેપ્ટન કોહલીએ આ બદલાયલા સમયની એક ઝલક બીજી ટેસ્ટથી પહેલા જ બતાવી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: ‘જો પાકિસ્તાને યોગ્ય જવાબ આપ્યો નહીં તો આકરા પગલાં ઉઠાવા પડશે’

અમેરિકાના ટોચના થિંક ટેન્કે કહ્યું કે જો અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસમાં પાકિસ્તાનની સકારાત્મક રીતે પ્રતિક્રિયા આપી નહીં તો અમેરિકા તથા તેના ભાગીદારોને તેના વિરૂદ્ધ આકરી રણનીતિ પર વિચાર કરવાનો રહેશે. 

વધુ વાંચવા કરો ક્લિક-12: શેરબજાર મજબૂત સ્થિતિમાં, સેન્સેક્સ 35929.64 અને નિફ્ટી 10791.55 પોઈન્ટ પર બંધ

ગુરુવારે સેન્સેક્સ સકારાત્મકતા સાથે 36004.49ના સ્તર પર ખૂલીને ઘરેલું કારણોસર ડાઉન ગયું હતું. જે એક તબક્કે 36900ની સપાટી પર પણ નીચું ઉતરી ગયું હતું. 

વધુ વાંચવા કરો ક્લિક-13: 2019માં કોંગ્રેસ કે પછી ફરી મોદી સરકાર, જાણો કોના હાથમાં હશે સત્તાની ચાવી

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપની લગભગ અજય કહેવાતી મોદી-શાહની જોડીને માત આપી સત્તાની ગલીઓમાં 2019માં લોકસભા ચૂંટણી પહેલા મોટા પાયે હલચલ મચાવી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-14: ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચનની હતી મહત્વની ભૂમિકા, જોઇ લો Video

આ વીડિયોમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક ચિટ્ઠી વાંચી રહ્યા છે જેને સાંભળીને કન્યાદાન પહેલા મુકેશ અંબાણી ભાવુક થઇ ગયા. વીડિયોમાં બચ્ચન કહી રહ્યા છે ‘જ્યારે પિતા દીકરીનું કન્યાદાન કરે છે ત્યારે તે ખુબ જ ભાવુક ક્ષણ હોય છે કારણ કે, તે પોતાની ભાવનાત્મક સંપત્તિને સોંપી રહ્યા હોય છે.’

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન