http://sandesh.com/airport-will-be-made-near-statue-of-unity/
  • Home
  • Budget
  • વિદેશથી આયાતી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું હવે મોંઘુ બનશે

વિદેશથી આયાતી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું હવે મોંઘુ બનશે

 | 7:46 am IST

શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યુ હતું. જેમાં કસ્ટમ ડયૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વિદેશથી આવતી ચીજોના ભાવોમાં વધારો થયા તે મોંઘી બની છે. ખાસ કરી ઓટો સેક્ટરમાં ઇલેક્ટ્રિકલ વ્હિકલને બજેટમાં ખાસ રાહત આપવામાં આવે તેવી આશા હતી. પરંતુ સરકાર દ્વારા બેજટમાં કોઇ રાહત મળી ન હતી. ઉપરાંત કસ્ટમ ડયૂટીના રેટ રિવાઇઝ કરવાના કારણે તેના ભાવમાં વધારો થયો છે. જે બાબતે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિકલ વ્હિકલના સેગ્મેન્ટમાં સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યા છે.

ફુટવેર અને ફર્નિચરની આયાત ડયૂટીમાં પણ વધારો કરાયો છે

બેજટમાંથી નાણામંત્રી દ્વારા રો શુગર, એગ્રો  એનીમલ બેઇઝડ પ્રોડક્ટ, ટુના બેઇટ, સ્કીમ મિલ્ક, કેટલાક આલ્હોલીક  પીણા, સોયા ફાયબર અને સોયા પ્રોટીનને કસ્ટમ ડયૂટીમાંથી  બાદ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. બજેટમાં હાઇ પરર્ફોરમન્સ પલ્ટી પરપઝ પ્લાસ્ટીકના ઉત્પાદનમાં  ઉપયોગી એવા પ્યુરિફાઇડ ટેરાપથેલિક એસીડ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી રદ કરી દેવામાં આવી છે.

ઇમ્પોર્ટેડ વોલ ફેનની ડયૂટી ૭.૫ ટકાથી વધારે ૨૦ ટકા કરાઇ

કસ્ટમ ડયૂટી વધતા ઇમ્પોર્ટેડ વોલ ફેન, ટેબલવેર અને કિચનવેરનો સમાવેશ થાય છે. વોલ ફેન પર હાલ ૭.૫ ટકા કસ્ટમ ડયૂટી હતી જેમાં વધારો કરી ૨૦ ટકા કરી દેવામાં આવી છે. તેમજ પ્રોક્લેન, ચાઇના સિરામિક, ક્લે આર્યન, સ્ટીલ અને કોપરથી બનેલા ટેબલવેર અને કીચનવેરની ડયૂટી પણ ૨૦ ટકા કરી દેવાઇ છે.

ફાયદો

  • રો શુગર, એગ્રો એનીમલ બેઇઝડ પ્રોડક્ટ, સ્કીમ મિલ્ક, આલ્હોલિક  પીણા, સોયા ફાયબર અને પ્રોટીનને કસ્ટમ ડયૂટીમાંથી  બાદ રાખવા દરખાસ્ત
  • પ્યુરિફાઇડ ટેરાપથેલિક એસીડ પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી રદ કરાઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન