http://sandesh.com/topheadline-20th-february-2020-top-headlines-til-03-pm-headline/
  • Home
  • Corona live
  • [email protected]: ગુજરાતમાં કોરોનાનો કહેર, કોરોનાગ્રસ્ત સિંગર કનિકા કપૂર 400 લોકોને મળી

[email protected]: ગુજરાતમાં કોરોનાનો કહેર, કોરોનાગ્રસ્ત સિંગર કનિકા કપૂર 400 લોકોને મળી

 | 5:54 pm IST

ગુજરાતમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગે આપી સત્તાવાર જાણકારી. અમદાવાદ બે કેસ બાદ કોરોનાનો વધુ એક કેસ નોધાયો, કલમ 144 લાગુ. કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા CM રૂપાણીએ ગુજરાતની જનતાને કરી આ અપીલ. કનિકાની પાર્ટીમાં શામેલ હતાં ભાજપના આ દિગ્ગજ મહિલા નેતા અને તેમનો સાંસદ પુત્ર પણ. કનિકા કપૂરના પિતાએ કર્યો ધડાકો, એરપોર્ટ પર ટોઈલેટમાં છુપાઈ ગઈ હતી સિંગર? વધુ એક અભિનેત્રીને કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી. ‘કોરોના’ની દહેશત: માત્ર અઢી મહિનામાં LICએ ગુમાવ્યા 2 લાખ કરોડ રૂપિયા, રોકાણકારોમાં ટેન્શન. Video: કોરોનાને લઈને કોહલી-અનુષ્કાની અનોખી પહેલ, જુઓ શું આપી રહ્યા છે મેસેજ સહિતનમાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગે આપી સત્તાવાર જાણકારી

ગુજરાતમાં કોરોના વાયરસે એક જ દિવસમાં ગુજરાતને ચપેટમાં લઈ લીધું છે. ગુજરાતના ચારે મહાનગરોમાં કોરોના વાયરસનાં કેસ સામે આવ્યા છે. ફ્કત એક જ દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસનાં 7 કેસ નોંધાતા સરકાર સહિત આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદ બે કેસ બાદ કોરોનાનો વધુ એક કેસ નોધાયો, કલમ 144 લાગુ

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના વાયરસનાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. બે કેસ સામે આવ્યા બાદ અમદાવાદના સાઉથ બોપલમાંથી એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. યુવક યુકેથી મુંબઈ આવ્યો હતો અને બાદમાં મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-3: કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા CM રૂપાણીએ ગુજરાતની જનતાને કરી આ અપીલ

ગુજરાતમાં કોરોના વાયરસનાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને પાંચ કેસો પોઝિટિવ આવ્યા બાદ આ વૈશ્વિક મહામારીને પ્રસરતી અટકાવવા માટે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. તો પાંચ કેસો પોઝિટિવ આવ્યા બાદ હવે આગામી સમયમાં ગુજરાતીઓને ખાસ સતર્કતા રાખવાની જરૂર છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: કનિકાની પાર્ટીમાં શામેલ હતાં ભાજપના આ દિગ્ગજ મહિલા નેતા અને તેમનો સાંસદ પુત્ર પણ

બોલિવૂડની જાણીતિ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટીવ મળ્યો છે. કનિકા કપૂર રવિવારે લખનૌના ગેંલેટ એપાર્ટમેંટમાં પાર્ટી આપી હતી. જેમાં અનેક મોટા નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે. તેમના દિકરા અને સાંસદ દુષ્યંત સિંહ પણ શામેલ થયા હતાં.

વધુ વાંચવા કરો ક્લિક-5: કનિકા કપૂરના પિતાએ કર્યો ધડાકો, એરપોર્ટ પર ટોઈલેટમાં છુપાઈ ગઈ હતી સિંગર?

બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસ પોઝિટીવ મળી આવ્યા બાદ હવે તે આખા સ્વાસ્થ્ય વિભાગ માટે માથાનો દુખાવો બની છે. તે પાછળનું કારણ છે કનિકા કપૂરના પિતાએ કરેલો ખુલાસો.

વધુ વાંચવા કરો ક્લિક-6: બોક્સિંગ રિંગનો આ કિંગ હતો 300 મિલિનયનો ધણી, હવે કહ્યું-જીવવું મુશ્કેલ, મોતની રાહ જોઈ રહ્યો છું

બોક્સિંગ રિંગમાં એક સમય આ દિગ્ગજ ખેલાડીનું વર્ચસ્વ હતું. કોઈ પણ વિરોધી બોક્સર તેમની સામે વધુ સમય રિંગમાં ટકી શકતો નહોતો. દરેક ફાઇટ સાથે આ ખેલાડીની લોકપ્રિયતા અને તેની મહાનતા વધી હતી. પરંતુ રિંગના આ કિંગે હવે એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: વધુ એક અભિનેત્રીને કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે . ભારતમાં, જ્યાં લોકોને ઘરમાં રહીને બચાવવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, સેલેબ્સ પણ તેની સાથે વિવિધ રીતે ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોલીવુડ અભિનેતા ટોમ હેન્ક્સ… 

વધુ વાંચવા કરો ક્લિક-8: ‘કોરોના’ની દહેશત: માત્ર અઢી મહિનામાં LICએ ગુમાવ્યા 2 લાખ કરોડ રૂપિયા, રોકાણકારોમાં ટેન્શન

કોરોના વાયરસના કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય માર્કેટમાં પણ જબદરસ્ત વધઘટ જોવા મળી રહી છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને એનએસસી પ્રમુક ઈન્ડેક્સ નિફ્ટી 50માં સતત ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. બજારના આ વલણના કારણે અત્યાર સુધી રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વાહા થઈ યૂક્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: Video: કોરોનાને લઈને કોહલી-અનુષ્કાની અનોખી પહેલ, જુઓ શું આપી રહ્યા છે મેસેજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનથી પ્રેરિત થઈને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તમામ ભારતીઓને આગ્રહ કર્યો છે કે COVID-19 મહામારી સામેની લડાઈ માટે 22 માર્ચે જનતા કર્ફ્યુના પાલન કરવાનું કહ્યું છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં 9,000થી વધારે લોકો મોતને ભેટ્યાં છે દુનિયાભરમાં 2,00,000થી વધારે લોકો સંક્રમિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન