Hu Pan Shikshit Berojgar Song Launched on Youtube
  • Home
  • Ahmedabad
  • ‘હું પણ શિક્ષિત બેરોજગાર’- સરકારી ભરતી માટે યુવાનોની ‘ઓગસ્ટ ક્રાંતિ’

‘હું પણ શિક્ષિત બેરોજગાર’- સરકારી ભરતી માટે યુવાનોની ‘ઓગસ્ટ ક્રાંતિ’

 | 7:40 am IST

૨૦૨૦ના વર્ષનો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. ઈતિહાસમાં ઓગસ્ટને ક્રાંતિના મહિના તરીકે ઓળખવામાં આવે છે. દેશની આઝાદીને લઈને અનેક ક્રાંતિઓ ઓગસ્ટ મહિનામાં થઈ છે. અનલોક-૩માં પ્રવેશેલા ગુજરાતમાં આવી જ એક ડિજિટલ ક્રાંતિ ‘ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોનો વિરોધ’ થઈ રહી છે. રાજ્યમાં અનેક ભરતીઓમાં વહીવટી ગૂંચ અથવા વિલંબના કારણે બેરોજગાર બનેલા શિક્ષિતોએ છેલ્લાં કેટલાંક સમયથી ટ્વિટર પર આંદોલનો કર્યા છે. આ અભિયાન અંતર્ગત આજે શિક્ષિત બેરોજગારોનું એક ગીત ‘હું પણ શિક્ષિત બેરોજગાર’ લોન્ચ થયું છે. યૂ ટયૂબ પર રિલીઝ થયેલા આ ગીતનો ઉદ્દેશ નફો રળવાનો નથી પરંતુ લમણે લખાયેલી બેરોજગારીનો થપ્પો ભૂંસવા માટે સરકારના કાન ખોલવાનો છે. સરકાર આંદોલન ન થાય ત્યાં સુધી અવાજ સાંભળતી નથી તેવી એક ધારણા રાજ્યના યુવાનોમાં વ્યાપી છે.

આ ગીત સાથે જોડાયેલા અને ટેટની ભરતીની રાહ જોઈ રહેલા યુવાન હરદેવવાળા પણ કંઈક આવું જ વિચારે છે. હરદેવે જણાવ્યું છે કે, સરકારે ૨૦૧૯ના ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ૧૨ હજાર શિક્ષકોની ભરતી થશે. સરકારે આ દિશામાં પગલું ભર્યું, પરંતુ મારા જેવા અનેક પ્રાથમિક શિક્ષક બનવા માગતા અને લાયક ઉમેદવારોને ધક્કો લાગ્યો. સરકારે ટેટની ભરતીની પ્રક્રિયા ન કરી. એટલે કે પ્રાયમરી શિક્ષકોની ભરતીના ફોર્મ પણ બહાર ન પડયા. ૨૦૧૭થી આ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. સરકારની નિષ્કાળજીના કારણે અનેક ઉમેદવારો ગેરલાયક ઠરવાની ભીતિ છે અથવા તેમના ટેટના પ્રમાણપત્રોની અવધિ સમાપ્ત થવાની અણીએ છે.

આજ રીતે લાંબા સમયથી ન્ઇડ્ઢ એટલે કે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં જી.આર.ની ગૂંચના કારણે આંદોલનો થતાં રહ્યાં છે. પહેલાં ખોટા પ્રમાણપત્રોની બબાલ આવી અને પછી મેરિટની માથાકૂટ. રાજ્યની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આ યુવાનો ફક્ત ભરતી બહાર પાડવાની અને તેમને રોજગારી માટે લડી લેવાની તક મળે એટલી જ માગ કરી રહ્યા છે. પોતાની લડતનો અવાજ મજબૂત કરવા પહેલી ઓગસ્ટે શિક્ષિત બેરોજગારો દ્વારા ‘શિક્ષિત બેરોજગાર ગીત’રજૂ કરવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટના જેતપુરમાં ભારે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન