Huawei blacklisted starting Meng Wanzhou China-US Trade War
  • Home
  • Featured
  • ચીન-અમેરિકાના સંબંધો આટલા ભયજનક સ્તરે જવા પાછળ આ મહિલા કારણભૂત

ચીન-અમેરિકાના સંબંધો આટલા ભયજનક સ્તરે જવા પાછળ આ મહિલા કારણભૂત

 | 4:55 pm IST

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મામલે સંબંધો દિવસે ને દિવસે બગડી રહ્યાં છે. બંને દેશો એક બીજાની ચીજવસ્તુઓ પર રીતસરની ઈમ્પોર્ટ ડ્યુટી લાદી રહ્યાં છે. સુરક્ષાનો હવાલો આપીને અમેરિકાએ તો ચીનની દિગ્ગજ મોબાઈલ કંપની હુવેઈને તો પ્રતિબંધિત પણ કરી દીધી. હુવેઈ ચીનની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. સામે ચીને પણ અમેરિકાના આ નિર્ણય પર વળતી કાર્યવાહીની ધમકી આપી છે. હુવેઈની કમાંડ હાલ પણ ચીનની એક મહિલાના હાથમાં છે જેનું નામ છે મેંગ વાનઝોઉ.

મેંગ વાનઝોઉના કારણે જ અમેરિકા અને ચીન પહેલા પણ સામસામે આવી ચુક્યા છે. થોડા દિવસ પહેલા કેનેડામાં અમેરિકાના ઈશારે મેંગ વાનઝોઉની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને ચીને અમેરિકા અને કેનેડા સામે મોરચો માંડ્યો હતો. તો જાણો કોણ છે આ મહિલા અને કેમ છે આટલી મહત્વપૂર્ણ.

મેંગ વાનઝોઉ ચીનની દિગ્ગજ ટેલિકોમ કંપની હુવેઈ ટેક્નોલોજીઝની ચીફ ફાઈનાન્સ ઓફિસર (CFO) અને કંપની સંસ્થાપક રેન ઝેંગફેઈની દિકરી છે. ચીનના બિઝનેસમેન રેન ઝેંગફેઈની દેશના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મધુર સંબંધો સ્થાનિક મીડિયામાં ખુબ જ ચર્ચાસ્પદ રહે છે.

મેંગ વાનઝોઉએ 1993માં પોતાના પિતાની કંપની હુવેઈ સાથે જોડાયા હતાં. તે સમયે મેંગ વાનઝોઉએ હોંગકોંગમાં હુવેઈ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેંગ વાનઝોઉની લીડરશિપમાં કંપનીનો વ્યાપાર હોંગકોંગમાં અત્યંત ઝડપથી વધવા લાગ્યો. 2003માં મેંગ વાનઝોઉએ હુવેઈની આગેવાનીમાં ગ્લોબલી ફાઈનાંસ ઓર્ગેનાઈઝેશન બનાવ્યું. તેમણે હુવેઈમાં અનેક પદો પર કામ કર્યું.

હાલની સ્થિતિ અંગેની વાત કરવામાં આવે તો મેંગ વાનઝોઉ કંપનીના ડેપ્યુટી ચેરમેન અને સીએફઓ છે. હુવેઈ 1.8 લાખ કર્મચારીઓ સાથે ચીનની સૌથી મોટી ખાનગી કંપની છે. 2017મા ફોર્બ્સે ચીનની ટોચની બિઝનેસ વૂમનની યાદીમાં મેંગ વાનઝોઉને આઠમાં ક્રમે મુક્યા હતાં.

થોડા દિવસ પહેલા કેનેડાએ મેંગ વાનઝોઉની ધરપકડ કરી લીધી હતી. ચીનની કંપની હુવેઈ પર અમેરિકાએ અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ

અમરેલીના રાજુલા સહીત અન્ય પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન