Huawei brings new MediaPad T5 tablet in India, with powerful battery
  • Home
  • Technology
  • 5100maHની દમદાર બેટરી સાથે Huawei Mediapad T5 ટેબ્લેટ લોન્ય, જાણો ફિચર્સ અને ઓફર

5100maHની દમદાર બેટરી સાથે Huawei Mediapad T5 ટેબ્લેટ લોન્ય, જાણો ફિચર્સ અને ઓફર

 | 1:14 pm IST

સ્માર્ટફોન નિર્માતા કંપની હુવાવેએ ભારતમાં પોતાનું નવું ટેબ્લેટ Huawei MediaPad T5 લોન્ચ કર્યું છે. હુવાવેના આ ટેબ્લેટમાં 10.1 ઈંચની ડિસ્પ્લે મળશે અને પ્રોસેસરની વાત કરવામાં આવે તો આમાં ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે સિવાય Huawei MediaPad T5માં એન્ડ્રોઈડ ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

Huawei Mediapad T5ના 2GB રેમ અને 16GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 14,990 રૂપિયા છે, તો બીજી તરફ 3GB રેમ અને 32GB સ્ટોરેજની કિંમત 16,990 રૂપિયા છે. આ બંને વેરિયંટને એમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાય છે. એમેઝોન ઈન્ડિયામાં આ ટેબ્લેટનું વેચાણ 10 જુલાઈથી થશે. આ ટેબ્લેટ ફક્ત બ્લેક કલરમાં મળશે. હુવાવેના આ ટેબ્લેટ સાથે મળનાર ઓફરની જો વાત કરવામાં આવે તો કંપની તેની સાથે ફ્રીમાં ફ્લિપ કવર અને 2,998 રૂપિયાના કિંમતવાળા ઈયરફોન પણ આપશે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ટેબ્લેટનું વજન 460 ગ્રામ છે. આ ટેબ્લેટમાં એન્ડ્રોઈડ ઓરિયો 8.0 છે જે EMUI 8.0 ઓપરેર્ટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ટેબ્લેટમાં 10.1 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝલ્યૂશન 1920*1200 પિક્સલ છે. પ્રોસેસરની વાત કરીએ તો હાઈ સીલિકોન કરિન 659 ઓક્ટોકોર પ્રોસેસર મળશે. તેમાં 3GB સુધી રેમ અને 32GB સુધી સ્ટેરેજ મળશે.

કેમેરાની વાત કરીએતો આ ટેબ્લેટમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ટેબ્લેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ મળશે. 5100maHની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે આમાં વાઈ-ફાઈ, જીપીએસ અને માઈક્રો યૂએસબી પોર્ટ મળશે. જોકે, કંપનીએ આ ટેબ્લેટમાં 4G સિમ સપોર્ટેબલ છે કે નહીં તેની જાણકારી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન